



નિખિલ શાહ – ભરૂચના બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસની લોક સરકાર દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિવિધ સર્કલ અને ખાડા પર સાવચેત રહેવા બોર્ડ લગાવ્યા હતા
ભરૂચમાં ચોમાસા દરમ્યાન માર્ગો બિસ્માર બન્યા હતા ત્યાર બાદ તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. જો કે હજુ પણ ઘણા માર્ગો બિસ્માર છે ત્યારે કોંગ્રેસની લોક સરકાર દ્વારા આજરોજ અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
જેમાં લોક સરકાર અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ વિવિધ સર્કલ અને માર્ગ પર પડેલા ખાડા નજીક બેનર લગાવી લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી સાથે જ વિકાસના નામ પર કટાક્ષ પણ કરાયો હતો
કાર્યક્રમ માં તેજસ પટેલ, ઝુબેર પટેલ , સરફરાઝ પટેલ, રોનક પટેલ, હુસેન ગુલામહુસેન વાલા, ઇલયાસ પટેલ, ઇસ્માઇલ પટેલ સહિત ભરૂચ લોકસરકાર ના અન્ય સભ્યો દ્વારા વિવિદ્ય રોડ ની હાલત અને ખાડા માં ગયેલા વિકાસ ના બેનર લગાવવામાં આવ્યા..