



અંકલેશ્વર હાઈવે પર શનિવારના રોજ સવારે એક માર્ગ અકસ્માતમાં બાઇક પર સવાર એવા સુરતના વરાછા વિસ્તારના એક બિલ્ડરનું કોઈ અજાણ્યા વાહનની અડફેટે ટક્કર તથા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
સુરતના વરાછા- મીની બજાર વિસ્તારની શ્યામ સુંદર સોસાયટી માં રહેતા ૫૬ વર્ષીય ભરતભાઈ લાલજીભાઈ વિરડીયા શનિવારે કોઈ કામસર પોતાની બાઈક પર અંકલેશ્વર આવવા નીકળ્યા હતા. ત્યારે કોઈક અજાણ્યા વાહનની અડફેટે તેઓની બાઇકને ટક્કર વાગતા ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે મૃતક ભરતભાઈ વિરડીયા અગ્રણી બિલ્ડર છે અને એમને ટક્કર મારીને મુત્યુ નિપજાવનાર અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અંકલેશ્વર શહેરી વિસ્તારમાં તેઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
બનાવ અંગે તેઓના સંબંધી અશ્વિનભાઈ વીરડીયાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે માર્ગ અકસ્માત અંતર્ગત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પોલીસ તપાસમાં કંઈક અજાણ્યા પાસા બહાર આવે તેવી પણ સંભાવના હાલ વ્યક્ત થઈ રહી છે.