



જંબુસરમાં આરએસએસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું નવરાત્રિ મા આદ્યશક્તિ જગદંબા ની આરાધના કરવામાં આવે છે. જંબુસરમાં આરએસએસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું. નવરાત્રિ મા આદ્યશક્તિ જગદંબા ની આરાધના કરવામાં આવે છે, અને વિજયાદશમીના દિને આસુરી શક્તિઓ પર વિજય મેળવવા બદલ વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે. આ દિને શસ્ત્ર પૂજનના કાર્યક્રમો ઠેર ઠેર કરવામાં આવે છે તે અનુસાર આરએસએસ જંબુસર દ્વારા જંબુસર શહેરના આશરે ૫૦ જેટલા ગલીઓ મહોલ્લા સહિતના વિસ્તારોમાં શસ્ત્ર પૂજન વિધિ રાખવામાં આવી હતી. ચંડીપાઠ ભાગવત સહિતના ગ્રંથોમાં પણ ઉલ્લેખાયેલ પ્રસંગોનું વર્ણન કરાયું છે, કે દેવની પૂજાની સાથે દેશની પૂજા કરવાની પ્રાથમિકતા દરેક વ્યક્તિએ રાખવી જોઈએ. આ સહિત વિજયાદશમીના દિને ક્રોધ, વેર, રાગ, દ્વેેેષ જેવા દુર્ગુણો પર વિજય મેળવવાનો દિવસ એટલે વિજયાદશમી. આરએસએસ દ્વારા રાખવામાં આવેલ શસ્ત્રપૂજનમાં આરએસએસના હોદ્દેદારો યુવાનો વડીલો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું