Vande Gujarat News
Breaking News
Breaking NewsEducationalIndiaLifestyleNationalNatureOtherSocialVadodara

સધર્ન કમાન્ડ દ્વારા ઓપન ઑનાલઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

સધર્ન કમાન્ડ દ્વારા ઓપન ઑનાલઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

પૂણે સ્થિત સધર્ન કમાન્ડ દ્વારા, એક ઓપન ઑનલાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ‘ભારતીય સૈન્ય: વિવિધતામાં એકતાનું પ્રતીક’ થીમ રાખવામાં આવી છે. આ સ્પર્ધા વિવિધ વયજૂથની શ્રેણીઓમાં તમામ લોકો માટે ખુલ્લી છે જેમાં ભારતીય સૈન્ય દ્વારા કુલ રૂપિયા 1,22,000/- (રૂપિયા એક લાખ બાવીસ હજાર)ની રકમ ઇનામ પેટે આપવામાં આવશે તેમજ તમામ વિજેતાઓને મેરિટ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધાની વિગતો સધર્ન કમાન્ડના ફેસબુક પેજ ‘Southern Command Indian Army’ અને ટ્વીટર હેન્ડલ ‘IaSouthern’ પર પણ મૂકવામાં આવી છે.

સ્લોગન લેખન, વીડિયો મેકિંગ, ફોટોગ્રાફી અને ચિત્રકામ એમ ચાર પ્રકારની સ્પર્ધા અલગ અલગ વયજૂથના સ્પર્ધકો માટે રાખવામાં આવી છે. વીડિયો, ફોટોગ્રાફ, ચિત્રકામ અને સ્લોગનને સધર્ન કમાન્ડના ફેસબુક પેજ પર અપલોડ કરવાના રહેશે અથવા sconlinecomp@gmail.com ઈમેલ આઇડી પર મોકલવાના રહેશે તેમજ સાથે સ્પર્ધકનો મોબાઇલ નંબર અને આધારકાર્ડ/ ઉંમરના પૂરાવાની નકલ મોકલવાની રહેશે.

પૂણે સ્થિત સધર્ન કમાન્ડના વડામથક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓપન ઑનલાઇન સ્પર્ધાનું આયોજન કરવાનો મૂળ ઉદ્દેશ આપણા રાષ્ટ્રમાં રહેલા વ્યાપક કૌશલ્યને પોષવાનો અને તેને બહાર લાવવાનો છે અને લોકોને આ ઑનલાઇન સ્પર્ધામાં સક્રિયપણે ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા માટે એન્ટ્રી મોકલવાની શરૂઆત થઇ ગઇ છે અને 10 ડિસેમ્બર 2020ના રોજ તે બંધ થશે. આ સ્પર્ધાના પરિણામો 16 ડિસેમ્બર 2020ના રોજ વિજય દિવસના પ્રસંગે સધર્ન કમાન્ડના ફેસબુક પેજ પર તેમજ ટ્વીટર હેન્ડલ પર જાહેર કરવામાં આવશે.

संबंधित पोस्ट

Ram temple: राम मंदिर निर्माण के लिए इच्छाशक्ति के अनुसार दे रहे हैं चंदा, इस शख्स ने दिया 11 करोड़ रुपये का चंदा, जानें क्या क्या हैं इसका कारोबार

Vande Gujarat News

ભરૂચના સુલતાનપુરા બેઠકના વિવિધ ગામોને વંદે ગુજરાત વિકાસ યાત્રા’થકી લાભાન્વિત કરાયા..

Vande Gujarat News

चीन ने गुपचुप तरीके से नॉर्थ कोरिया के तानाशाह को भेजी कोरोना वैक्सीन, किम जोंग उन ने खुद और परिवार को लगवाई

Vande Gujarat News

CBI के लॉकर में सेंध:तमिलनाडु में CBI की कस्टडी में रखे 400 किलो सोने में से 103 किलो गायब, इसकी कीमत 45 करोड़ रुपए

Vande Gujarat News

भारत से डर गया ड्रैगनः ‘सफेद आफत’ से घबराए चीन के सैनिक

Vande Gujarat News

नेपाली प्रधानमंत्री ओली के रुख से चीन की बेचैनी क्यों बढ़ गई है?

Vande Gujarat News