



ભરત ચુડાસમા – ભાજપા પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા આજે ફરી એક વખત તેમના જ નિવેદનથી જુઠવાડિયા સાબિત થયા છે.
પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલની સામે કોઇપણ પ્રકારના કેસ નથી , સી. આર. પાટીલ ૨૦૧૯ની લોકસભાની તેમની એફિડેવીટ જ એ વાતનો પુરાવો છે. તો સાથોસાથ સુપ્રિમ કોર્ટ દ્વારા હાઈકોર્ટને હાલમાં જ તમામ સાંસદ અને ધારાસભ્યો સામેના કેસ ત્વરિત પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. તે યાદીમાં ક્યાંય ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલનુ નામ નથી.
અર્જુન જુઠવાડિયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સામે આક્ષેપ કરતા પૂર્વે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની એફિડેવીટ જોઈ લેવી જોઇએ. સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ખૂબ ગંભીર પ્રકારના કેસ છે. પોતાની પાર્ટીના જ રૂપિયાની ઉચાપત કરવા સહિતના કેસમાં તેઓ જામીન પર છે.
પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, અમારા પ્રદેશ અધ્યક્ષ સામે ખોટાં-પાયાવિહોણા આક્ષેપો કરતાં પહેલા અર્જુન જુઠવાડિયાએ તેનો જવાબ જનતાને આપવો જોઈએ. વિધાનસભા પેટાચૂંટણીઓમાં આઠે આઠ બેઠકો પર હાર ભાળી ગયેલાં કોંગ્રેસના નેતાઓ રોજ સવારે ઉઠીને નવા જુઠાણાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યાં છે.