



ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ ડે નિમિત્તે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વિભાગમાં તાલીમ લઇ રહેલા તાલીમાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. રવિવારે સવારે 6 કલાકે હેડકવાટર્સ થી કુકરવાડા અને ત્યાંથી પરત હેડક્વાટર્સ સુધી દોડ યોજાઈ હતી. જેમાં ભરૂચ શહેરના એએસપી વિકાસ સુંડાએ યુનિટી રનનું ફેલગ ઓફ કરી પ્રસ્થાન કરાવી જાતે પણ દોડમાં જોડાયા હતા.