



ભરૂચ અંકલેશ્વરને જોડાતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર હાલ ગડખોલ પાટીયા પાસે ફ્લાય ઓવરનું નિર્માણ ચાલી રહ્યું છે. જેને લઇ છેલ્લા કેટલાક વર્ષો થી પાટિયા વિસ્તારમાં પીક અવર્સ સમયે અવારનવાર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય રહ્યા છે. ખાસ કરી સાજ ના સમયે અહીં નોકરિયાત વર્ગ છૂટ્યા બાદ તેમજ ઓફિસ વર્ક પૂર્ણ કરી જતા કર્મચારીના અપડાઉન ના પીક અવર્સનો સમય હોય છે. ત્યારે અહીં વારંવાર ત્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે.
શનિવાર ની રાત્રી ના પણ ફરી એક ગડખોલ ગામ તરફ જતો માર્ગ તેમજ ફાટક તરફ ના માર્ગ અને ભરૂચ- અંકલેશ્વર તરફ ના માર્ગ પર ચારે બાજુ વાહનો ની કતાર લાગી જવા પામી હતી. નવરાત્રી ની આઠમ નિમિત્તે માઇ ભક્તો પણ સાંજે દર્શનાર્થે નીકળતા ચારે બાજુ વાહનો લાંબી લાઈન લાગી જવા પામી હતી જેને લઇ અહીં 1 કલાક કરતા વધુ સમય સુધી અહીં ચક્કાજામ ના દ્રશ્યો સર્જાયા હતા. જેને શહેર પોલીસે ભારે જાહેમતે કાબુ માં લીધો હતો. વારંવાર સર્જાતી ત્રાફિક જામ ની સમસ્યા બાબતે વહીવટી તંત્ર દવર અહીં યોગ્ય ત્રાફિક નિયમન કરવામાં આવે તેવી માગ સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવી હતી.