Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsBusinessGovtGujaratIndiaKevadiyaLifestyleNarmada (Rajpipla)Statue of Unity

સી-પ્લેનમાં અમદાવાદ થી કેવડિયા જવાનું ભાડું 4800 રૂપિયા, અને અન્ય કોઈ પણ ફ્લાઈટમાં દિલ્હી જવાનું ભાડું ફકત 2500 રૂપિયા

માલદીવ્સથી કોચી ખાતે અાવી પહોંચેલા સી-પ્લેનની તસવીર
  • સી-પ્લેન ‘ઉડાન’ હેઠળ હોવા છતાં ઊંચું ભાડું

    સી-પ્લેન સોમવારે અમદાવાદ આવી પહોંચશે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચિ આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચિ ઉતર્યું હતું. સી-પ્લેન કોચિથી ગોવા થઈ અમદાવાદ આવશે. અહીં આવ્યા પછી સી-પ્લેનના ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનમાં જશે.

    દરમિયાન કેન્દ્રની ઉડાન યોજના હેઠળ રિજનલ કનેક્ટવિટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તેવા રૂટ પર ભાડું રૂ. 2500 નક્કી કરવામાં આવ્યું છે. ઉડાન યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ યોજનામાં આવતાં રૂટ પર 1500થી 2500 સુધીનું ભાડું હોય છે. વધારામાં અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું પણ રૂ.2500-3000ની આસપાસ છે. પરંતુ સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કર્યું છે.

    સી-પ્લેન અમદાવાદથી કેવિડયા રૂટ પણ ઉડાન યોજના હેઠળ આવે છે. ત્યારે આટલું ભાડું હોવાથી સામાન્ય માણસને સી-પ્લેનની મુસાફરીનો લાભ આપવાનો હેતુ સિદ્ધ થવા અંગે શંકા છે. દરમિયાન દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.

    સી-પ્લેનની વિશેષતાઓ

    • સી-પ્લેન
    • 200 કિમીનું અંતર
    • 45 મિનિટ લાગશે
    • 06 ક્રૂ મેમ્બર્સ

संबंधित पोस्ट

મહિલાશક્તિ:CRPFના વડા એ.પી. માહેશ્વરીએ કહ્યું- હવે મહિલાઓ પણ ‘કોબ્રા કમાન્ડો’ બનશે

Vande Gujarat News

રાજ્યમાં મહામારી વકરવાના એંધાણ, દિવાળીના પર્વ પર વધી રહ્યો છે પોઝિટિવ કેસોનો આંકડો

Vande Gujarat News

ભરૂચ પોલીસે ટ્રાફિક ડ્રાઇવના એક મહિના દરમ્યાન રૂપિયા 28 લાખથી વધુ દંડની વસૂલાત કરી

Vande Gujarat News

हांगकांग के मुद्दे पर घिरे चीन ने अमेरिका समेत 5 देशों को दी धमकी, कहा- आंखें फोड़कर अंधा कर देंगे

Vande Gujarat News

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદની ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ

Vande Gujarat News

અંકલેશ્વર-સુરત વચ્ચે મધરાતે ચાલુ ગુડ્ઝ ટ્રેનના વ્હિલમાં આગ ભભૂકતા, ટ્રેન વ્યવહાર દોઢ કલાક સુધી ઠપ

Vande Gujarat News