



ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સાત મહિના બાદ રવિવારથી જનતા માટે ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે. કોરોનાને કારણે માર્ચ મહિનાથી મંદિર બંધ કરી દેવાયું હતું. મંદિર સોમવાર સિવાય દરરોજ સાંજે 5થી 7.30 કલાક જ પ્રવેશ મળશે. તેમજ સાંજે 7.15 વાગ્યે યોજાતો વોટર શો દર્શનાર્થીઓ નિહાળી શકશે.
મંદિર પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલાં દર્શનાર્થીઓનું થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. દુપટ્ટો કે રૂમાલ બાંધેલો હશે તો મંદિરમાં પ્રવેશ મળશે નહીં.