



શાળા શરૂ કરવાના નિર્ણયનો શિક્ષણ વિભાગ વાલી, સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના અભિપ્રાયને આધારે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) બનાવવાની તૈયારી બતાવી રહી છે. જેમાં રૂરલ એરિયા જ્યા નેટવર્કની સમસ્યા છે ત્યા વહેલી તકે શાળાઓ શરૂ થવી જોઇએની માંગણી કરી હતી.
હાલ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યુ છે પરંંતુ અંતરિયા વિસ્તારમાં નેટવર્કના ધાંધિયાને કારણે ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઇન સ્ટડીનો લાભ લઇ શક્યા નથી. સ્થાનિક લોકોને ચિંતા છે કે ગામડાના વિદ્યાર્થીઓ શહેરના વિદ્યાર્થીઓ પાછળ રહી જશે તો..! જેને કારણે ગામડાઓની શાળાઓ વહેલી તકે શરૂ થવી જોઇએ. ઉપરાંત ધો.10 અને ધો12ની બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળા શરૂ કરવાના તરફનો ઝુકાવ ધરાવે છે.