



ગુજરાતમાં આગામી 3જી નવેમ્બરે યોજાનારી 8 બેઠકોની પેટાચૂંટણીઓમાટે મુખ્ય રાજકીય પક્ષોએ કમર કસી છે.વડોદરાની કરજણ બેઠક સર કરવા બીજેપી અને કોંગ્રેસ એડી ચોટીનું જીર લગાવી રહ્યાં છે. રાજકીય અગ્રણી સહિત મંત્રીઓ કરજણ બેઠકનાં ઉમેદવારનાં પ્રચાર માટે લોકસંપર્ક બેઠકો અને જાહેર સભાઓ ગજવી રહ્યા છે.
આજે કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનાં પ્રચાર માટે વિધાનસભાનાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી કરજણનાં એક દિવસનાં પ્રવાસે છે. તેમણે શીનોર તાલુકાનાં સેગવા ગામે જાહેર સભા સંબોધી હતી. સેગવાની પટેલ વાડી ખાતે કોંગ્રેસનાં ઉમેદવાર માટે યોજવામાં આવશે વિજય સંકલ્પ સંમેલનમાં 300 જેટલા ગ્રામજનો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સેગવા ગામના કોંગ્રેસના પ્રભારી સંજય પટેલ, પૂર્વ રેલમંત્રી નારાયણ રાઠવા, જિલ્લા પ્રમુખ સાગર કોકો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસને મત આપવા જણાવ્યું હતું.
વિધાનસભાના વિપક્ષ નાં નેતા પરેશ ધાનાણીએ કરજણ બેઠકની પેટા ચુંટણીની ઉભી થયેલ પરીસ્થિત વિશે જણાવીને બીજેપીના આયાતી કોંગ્રેસના ઉમેદવારને પરાજય આપવા જણાવ્યું હતું.