



વિશ્વ પાટીદાર સમાજ આયોજિત સરદારધામ મધ્ય ગુજરાત પ્રોજેકટનાં શુભારંભ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વડોદરા આવ્યા. વડોદરા નજીક અંખોલ ગામની સીમમાં 1.35 લાખ ચોરસ ફૂટ જમીનમાં 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં રૂ.૧૦૦ કરોડના ખર્ચે સાકાર થનારા મિશન-૨૦૨૬ હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો.
મધ્ય ગુજરાત પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત વડોદરાનાં મેયર, સાંસદ, ધારાસભ્યો તેમજ મુખ્ય દાતાઓ ઉપસ્થિતિમા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાટીદાર સમાજદ્વારા વિવિધ પ્રોજેકટની શુભારંભ તેમજ તકતીનું અનાવરણ કર્યું. કોવિડ 19ની સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકા મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.ઉપરાંત થર્મલગનથી સ્વાથ્ય ચકાસણી સહિત સેનેટાઈઝરની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરામાં 1.35 લાખ ચોરસ ફૂટ જમીન પર આકાર લેનારા સરદાર ધામ-મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો જ્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયાં હતાં. એકસો કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરાશે અને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને રૂ.૫૦ કરોડની જમીન કપાતમાં રાહત આપી. તેમણે પ્રાસંગિક ઉદબોધનમાં સરકાર સમાજ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે અને સમાજના ઘડતર માટે કામ કરનારી સંસ્થાઓની હંમેશા પડખે રહે છે તેમ જણાવ્યું.
ઉપરાંત કોરોના કાળમાં રાજયની વિકાસ યાત્રા ચેતનવંતી રાખી રૂ.૧૩,૦૦૦ કરોડના વિકાસ કામોને ઓનલાઇન બહાલી આપી આગળ ધપાવ્યા છે. ફેબ્રુઆરી માસ સુધી માં કોરોનાની રસી મળે ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ પાળવા સહિતની તકેદારીઓ જ કોરોનાથી બચાવનો વિકલ્પ હોવાનું જણાવ્યું. છે. ગરબાનું ન યોજવાના સરકારના નિર્ણયને ટેકો આપવા માટે રાજ્યની પ્રજાનો આભાર માન્યો.
ગુજરાતની સંવેદનશીલ રાજય સરકાર એકમાત્ર વિકાસના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ એ જ આપણો મંત્ર છે…