



વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે સાબરમતી એરપોર્ટ અને રિવરફ્રન્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. મંગળવારે સવારે દિલ્હીથી એસપીજી કમાન્ડોની ટીમો અમદાવાદ આવી પહોચશે ત્યારબાદ તા. ૩૧મીના રોજ રિવરફ્રન્ટ ઉપર સી -પ્લેનનું ઉદઘાટન થશેે ત્યાં સુધી સમગ્ર રૃટ ઉપર ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે. આજે મોડી સાંજે અમદાવાદ પોલીસ કમિશનરે રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી અને સી-પ્લેનનીસુરક્ષાની ચકાસણી કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. ૩૧મીના રોજ રિવરફ્રન્ટ ઉપર સી-પ્લેનનું ઉદધાટન થશે, જેને લઇને અમદાવાદ એરપોર્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર રૃટ ઉપર ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડની મદદથી સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે મોડી સાંજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે રિવરફ્રન્ટ ઉપર જ્યાં સી-પ્લેન રાખવામાં આવ્યું છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને પોલીસ અધિકારીઓ સાથે બંદોબસ્ત અંગે સમીક્ષા કરી હતી.
બીજીતર આજે મંગળવારે દિલ્હીથી એનએસડી કમાન્ડોની ટીમો અમદાવાદ આવી પહોચશે ત્યારબાદ તેમના માર્ગ દર્શન મુજબ એરપોર્ટથી રિવરફ્રન્ટ આંબેડકર બ્રિજ સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જો કે સી-પ્લેન અમદાવાદ આવી પહોચતા તેને જોવા માટે આજે રિવરફ્રન્ટ ઉપર લોકો ઉમટી પડયા હતા.