



ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથની કોર્ટની સુનાવણીનું જીવંત પ્રસારણ આજથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રસારણની લિંક હાઇકોર્ટની વેબસાઇટ અને યુટયૂબ પર અપલોડ કરવામાં આવશે. પ્રયોગાત્મક ધોરણે શરૂ કરાયેલા આ પ્રસારણને ચાલુ રાખવાનો, ફેરફાર કરવાનો કે વધારવાનો નિર્ણય પ્રસારણના પ્રરિણામના આધારે કરવામાં આવશે.
હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે એક પી.આઇ.એલ.માં આપેલા નિર્દેશો તેમજ કોર્ટ સુનાવણીના જીવંત પ્રસારણની માગણી સાથે લોકડાઉન દરમિયાન કરવામાં આવેલી પી.આઇ.એલ.ની ન્યાયિક બાબતોને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેર જનતા માટે પણ ખૂલ્લી અદાલતના સિદ્ધઆંતને ઓનલાઇન સુનાવમીમાં પણ લાગુ કરવામાં આવે છે. જેથી પ્રયોગિક ધોરણે ચીફ જસ્ટિસની ખઁડપીઠની કાર્યવાહીની સુનાવણી ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવશે અને આ પ્રયોગના પરિણામના આધારે આ પ્રસાર ચાલુ રાખવાનો, ફેરફાર કરવાનો કે પ્રસારણ વધારવાનો નિર્ણય કરવામાં આવશે.