



અંકલેશ્વર અને પાનોલી હાઇવે નંબર 48 પર આવેલ ઓસ્કાર હોટલ પાસે આવેલ ખાડી માં પ્રદુષણ માફિયાઓ દ્વારા જાહેર માં લાલ રંગ અત્યંત દુર્ગંધ યુક્ત પાણી છોડવામાં આવતા સ્થાનિકો આક્રોશ ફેલાયો હતો. વિપુલ માત્રામાં પાણી ખાડી માં તેમજ આજુબાજુ તળાવ સ્વરૂપે ફેરવાય જવા પામ્યું હતું. આ મુદ્દે જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવતા તેમના દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી. તેમજ નમૂના લઇ પૃથક્કરણ માટે મોકલવા માટે તજવીજ આરંભી હતી. છેલ્લા કેટલાક સમય થી જાહેર માં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઇ પર્યાવરણવાદીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ મુદ્દે જીપીસીબી દ્વારા તટસ્થ તપાસ કરી કસુવારો સામે પગલાં ભરવા માગ કરી હતી.