



અંકલેશ્વર ટાઉનમાં ટોક ઓફ ઘી ટાઉન બનેલ ઓએનજીસી CSR ફંડમાંથી કોરોના કીટ ખરીદ કથિત સેનિટાઇઝર કૌભાંડમાં બહુ ગાજેલા મેઘ વરસ્યા ના હતા. પાલિકાની અંતિમ બોર્ડ મીટીંગમાં કુલ 45 કામ એજન્ડા પર લેવાયા હતા. જે પૈકી 36 કામને મંજૂરી આપવામાં આવી હતી જયારે 2 કામ મુલતવી રાખવામાં આવ્યા હતા જયારે વિપક્ષએ રજુ કરેલ 7 એજન્ડા સત્તાપક્ષેએ નામંજુર કર્યા હતા.ખાસ કરી એજન્ડાના કામ નંબર 2 પર વિપક્ષએ હિસાબ માં લેવાયેલ સેનિટાઝાર મુદ્દે એક તરફ સુધારા આપી કામ ને ના મંજુર કર્યું હતું તો બીજી તરફ સત્તાપક્ષએ તેના ખુલાસા આપવાની વાત કરતાજ મુદ્દે ગરમાયો હતો.
વિપક્ષ ના જ રફીક ઝગડિયાવાલા અને જહાંગીર ખાન પઠાણ ખુલ્લે આમ મેદાન માં આવી તેવો આ મુદ્દે ખુલાસો કરી CSR ફંડ માં ઓએનજીસી ખરીદ કરી હતી અને તેમને મંજુર કરેલ 20 હજાર કીટ પૈકી 14 હજાર કીટ તેવો લઇ ગયા હતા પાલિકા પાસે 6 હજાર કીટ આવી હતી. જે પૈકી 2 હજાર કીટ તમામ સભ્યો વહેંચી હતી. 2000 કીટ ભાજપ પક્ષ પ્રજામાં આપી હતી તો 2 હજાર કીટ કર્મચારીઓ આપવામાં આવી હતી. ત્યારે આમ કોઈ ખાયકી થઇ નથી પ્રમુખ ક્લિનચીટ આપતા આ મુદ્દે લેવાયેલ મતદાનમાં તેવો સત્તાપક્ષ ના ફેવર માં મતદાન કરી સત્તાપક્ષને ટેકો અપાયો હતો અને આ કામને બહુમતે મંજુર કરાવ્યું હતું.
સેનેટાઇઝરનો મુદ્દો ખોટો છે, અમારી પાસે તમામ હિસાબ છે, અને ઓએનજીસીએ અમને તેમને 20 હજાર પૈકી 14 હજાર કીટ લઇ ગયા છે તેનો લેટર પણ છે અને જે 6 હજાર કીટ આપી છે તેનો પણ હિસાબ છે . – દક્ષાબેન શાહ, પ્રમુખ, નગરપાલિકા અંકલેશ્વર
સત્તાપક્ષના સેનિટાઇઝર ના મુદ્દે 36 લાખ રૂપિયા જે ચુકવણું કરવામાં આવ્યું છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેમજ થેલી ની ખરીદમાં ઓછી આવી છે અને વધારા ની થેલી ચુકવણું કરવામાં આવ્યું છે. એટલુંજ અહી પણ મોટી ગોબાચારી થઇ છે. આ તમામ મુદ્દે અમે વિજિલન્સ તપાસ માગી છે. – ભુપેન્દ્ર જાની, વિપક્ષ નેતા