



પીઆઇ ફાઉન્ડેશન તથા GVK EMRI દ્વારા સંચાલિત MHU મોબાઈલ મેડિકલ યુનિટ સેવા ભરૂચ જિલ્લા ના જંબુસર તાલુકા માટે એપ્રિલ 2016 થી અત્યાર સુધી 3 વાન કાર્યરત અવિરત પણે સેવા આપી રહિ છે જે ત્યાં ના પ્રજાજન માટે આશીર્વાદ સ્વરુપ છે.
અત્યાર સુધી મા આ 3 વાન જંબુસર તાલુકા ના લગભગ દરેક ગામ મા આરોગ્ય સેવા આપી રહિ છે સાથે સાથે જાગૃતતા પણ લાવી રહિ છે. અહીના છેવાડા ના દરેક માણસ સુધી આરોગ્ય સુખાકારી સાથે ગામે ગામ ફરી ને ત્યાં ના લોકો ને આરોગ્ય લક્ષી બિમારી ની સારવાર મફત મા આપવામા આવે છે સાથે સાથે સગર્ભા મહિલાઓ માટે પણ સેવા આપી રહિ છે. ડો.જીગના પંચાલ, પ્રોજેક્ટ કોર્ડીનેટર સચિન સુથાર, M.H.U P.I.F 1 લેબ ટેકનિશિયન શીતલબેન, ફાર્મસી મુસ્તુફાભાઈ અને પાયલોટ ધીરુભાઈએ સેવા આપી હતી.