



સંજય પાગે – 31 ઓક્ટોબરે ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી પ્લેન શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે વડોદરા ના કિશોરે બેટરી અને રિમોટ સંચાલિત મીની સી પ્લેન બનાવ્યુ છે. જે પાચ ફુટનું છે અને પાણી પર ચાલીને હવામાં ટેક ઓફ થાય છે તેમજ પાણીમાં સલામત રીતે પાણીમાં ઉતરે છે. જે સી પ્લેનમાં વડાપ્રધાન અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે તેજ પ્રકારનું સી પ્લેનનુ મીનીએચર વડોદરા ના પ્રિન્સ પંચાલે જાતે બનાવ્યુ છે.
વડાપ્રધાન ના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેન ગુજરાત ના અમદાવાદ થી કેવડીયા કોલોની સુધી જવાનું છે બંને પ્લેન કેનેડા થી ભારત આવી પહોંચ્યા છે અને અમદાવાદ અને કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી ગયા છે. ત્યારે વડોદરાનાં પ્રિન્સ પંચાલ નામનાં કિશોરે પાણી પર ચાલે , પાણીમાંથીજ ઉડે અને પરત આવીને પાણીમાંજ ઉતરે તેવું સી પ્લેન જાતે તૈયાર કર્યુ છે.
બેટરી થી સંચાલીત આ પ્લેન બીલકુલ સી પ્લેન જેવુ જ બનાવ્યુ છે પાચ ફુટ ની લંબાઈ નુ પ્લેન પાણી મા જ ઉડે છે અને પાણી મા લેન્ડીગ કરે છે.ધોરણ 10માં પાંચ વાર નાપાસ થયેલ થયેલા પ્રિન્સ ને તેના દાદાએ નાનકડા વિમાન બનાવવા ની પ્રેરણા આપી અને બસ ત્યાર થી પ્રિન્સ જુદા જુદા પ્લેન બનાવે છે 15 દિવસની ભારે જહેમત બાદ પ્રિન્સે એક પછી એક એમ બે સી પ્લેન તૈયાર કર્યા છે.
એક પ્લેન વડાપ્રધાન પ્રથમ વખત આવ્યા હતા તે અને હાલ જે નવું સી પ્લેન છે તેવા બે સી પ્લેન બનાવ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આ સી પ્લેન ભેટ આપવા ની ઈચ્છા ધરાવે છે..પ્લેન મા વપરાતી ટેકનોલોજી પ્રિન્સ પંચાલે બરાબર જાણી છે અને એરોનોટીક નો અભ્યાસ કર્યો હોય એ લેવલ નુ જ્ઞાન પ્રિન્સ વગર અભ્યાસે ધરાવે છે અને આજે સી પ્લેન ની રેપ્લીકા તૈયાર કરી દીધી છે.