Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBJPBreaking NewsCongressCrimeElectionKarjanSuratVadodara

કરજણ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવારને સુરતથી પોહચાડાતા ₹25 લાખ રોકડા

ભરત ચુડાસમા – કરજણ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવારને સુરતથી પોહચાડાતા ₹25 લાખ રોકડા


– ભરૂચ મુલદ ટોલ પ્લાઝા પરથી બ્રેઝા કારમાં 2 આરોપી રોકડા, 3 મોબાઈલ સાથે ઝડપાયા
– સુરતના જ્યંતી સરગરીયા નામના બિલ્ડરના રૂપિયા હતા!
– ભરૂચ પોલીસે ચૂંટણી પંચ, આવકવેરા વિભાગ અને વડોદરા કલેકટરને જાણ કરી

ગુજરાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદારોને લુભાવવા બેનામી નાણાં ની થતી હેરફેરનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. મુલદ ટોલટેક્સ પરથી બ્રેઝા કારમાંથી રોકડા 25 લાખ સાથે 2 આરોપી પકડી પડાયા છે. આ નાણાં કોંગ્રેસના ઉમેદવાર કિરીતસિંહ જાડેજાને આપવાના હોવાની આરોપીએ કબૂલાત કરી છે.

કરજણ વિધાન સભાની પેટા ચૂંટણી ભારે ગરમા ગરમી અને રાજકીય ઉથલ પાથલ સર્જી રહી છે. ગત રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જુતું ફેકયાના મંગળવારે બીજા દિવસે કોંગ્રેસના ઉમેદવાર ને મોકલવાના ₹25 લાખ બ્રેઝા કારમાં સુરત બિલ્ડર પાસેથી લાવતા 2 શખ્સો પકડાઈ જતા ભારે હડકપ મચી ગયો છે.

ભરૂચ DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા એ આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સાંજે ને.હા.નં. – ૪૮ મુલદ ટોલ પ્લાઝા , વાહન ચેકીંગમાં હાજર હતા.

દરમ્યાન એક લાલ કલરની મારૂતિ બ્રેઝા કાર નંબર GJ – 06-1LE- 3458 સુરત તરફથી આવતા સદર કાર શંકાસ્પદ જણાતા કાર રોકી , કારમાં બેસેલ બે વ્યકિતઓની પુછપરછ કરી , કારની ઝડતી તપાસ કરતા કારમાંથી રોકડા રૂપીયા ૨૫,૦૦,૦૦૦ / – ભરેલ થેલી મળી આવેલ જે રોકડા રૂપીયા બાબતે શંકા જણાતા બંને વ્યકિતઓની સઘન અને ઘનિષ્ઠ પુછપરછ કરતા , આ રોકડા રૂપીયા સુરતના જયંતિભાઇ સોહાગીયા પાસેથી મેળવી . કરજણના કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાની હોવાની હકીકત જણાવેલ છે .

નાણા બેનામી હોવાની શંકા જતા કાયદેસર કાર્યવાહી કરી , આ બાબતે આયકર વિભાગ તથા મુખ્ય ચુંટણી અધિકારી ગુજરાત તથા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર વડોદરાને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

નાણા સુરત ખાતેથી મેળવેલ હોય આ બાબતે સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવેલ છે . આગળની વધુ તપાસ ભરૂચ એસ.ઓ.જી. સોંપવામાં આવેલ છે

કબજે કરેલ મુદામાલ :
( ૦૧ ) જુદા જુદા દરની ચલણી નોટો કુલ રોકડા રૂપીયા ૨૫,૦૦,૦૦૦

( ૦૨ ) મોબાઇલ નંગ -૦૩ કિંમત રૂપીયા ૧૨,૦૦૦
( ૦૩ ) મારૂતિ બૅઝા કાર કિંમત રૂપીયા ૫,૦૦,૦૦૦

પકડાયેલ ઇસમ

( ૦૧ ) દિપકસિંહ દશરથસિંહ ચૌહાણ રહેવાસી ધાનેરા તા.કરજણ જી.વડોદરા

( ૦૨ ) રવીભાઇ લક્ષ્મણભાઇ મોકરીયા રહેવાસી ૫૦૧ , અવધ સોસાયટી , વાસણા રોડ , વડોદરા

संबंधित पोस्ट

ભરૂચમાં શ્વાન (કુતરાઓ) ક્યાં કરે છે માતાજીની આરતી ? આસ્થા, શ્રદ્ધા અને ધર્મ જ્યાં મરી પરવાર્યા છે, ત્યાં આ શ્વાન માણસાઈને પણ શરમાવે છે.

Vande Gujarat News

કંપનીનો ચોખ્ખો નફો જાણીને રિલાયન્સ જિયોએ ત્રિમાસિક નફામાં 24%નો વધારો કર્યો

Vande Gujarat News

દેવાયત ખવડનો જામીન માટે વધુ પ્રયાસ, શિવરાત્રિમાં સ્ટેજ પ્રોગ્રામ હોવાથી વચગાળાના માંગ્યા જામીન

Admin

અંકલેશ્વરમાં કન્ટેઈનર સળગ્યું, 6 કલાક બાદ ફરી ભડકો

Vande Gujarat News

बजट में वित्त मंत्री ने प्रवासन, कृषी, डिजीटल से जुडी कही यह अहम बातें

Admin

राम मंदिर ट्रस्ट के महासचिव बोले- हिन्दू ही नहीं, मुस्लिम समेत सभी धर्मों के लोगों से लेंगे दान, VHP का अभियान तेज

Vande Gujarat News