



સ્કૂલો, હોસ્પિટલો બનાવવા માટે કૃષિ જમીનની ટ્રાન્સફર શક્ય, ઉદ્યોગોએ નિર્ણય આવકાર્યો
કૃષિ જમીન પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના અન્ય કેટલાક સ્થાનિક કાયદાઓમાં પણ સુધારા કર્યા
(પીટીઆઈ) નવી દિલ્હી,
દુનિયાના સ્વર્ગ સમાન સુંદર જમ્મુ-કાશ્મીરમાં પોતાનું પણ એક ઘર હોય તેવું દેશની અનેક વ્યક્તિઓ વિચારતી હોય છે, પરંતુ જમ્મુ-કાશ્મીર બહારના લોકો અહીં પોતાનું ઘર ખરીદી શકતા નહોતા. જોકે, હવે જમ્મુ-કાશ્મીરમાં પોતાનું ઘર આૃથવા જમીન લેવાનું દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોનું સપનું સાકાર થઈ શકશે.
મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં જમીન માલિકી કાયદામાં સુધારો કર્યો છે. પરિણામે દેશનો કોઈપણ નાગરિક કેન્દ્રશાસિત પ્રદેશમાં મકાન, દુકાન અને ઉદ્યોગ માટે જમીન ખરીદી શકશે. જમ્મુ-કાશ્મીરમાંથી ગયા વર્ષે પાંચમી ઓગસ્ટે કલમ 370 દુર કરાઈ અને 31મી ઑક્ટોબર 2019થી જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદાના અમલના એક વર્ષ પૂરા થવાના કેટલાક દિવસ પહેલાં જ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના કેટલાક સૃથાનિક કાયદાઓમાં સુધારો કરીને દેશના અન્ય વિસ્તારોમાં રહેતાં લોકો માટે જમ્મુ-કાશ્મીરમાં જમીન, દુકાન, મકાન ખરીદવા માટેનો માર્ગ ખુલ્લો કરી દીધો છે. ગૃહમંત્રાલયે મંગળવારે આ અંગે એક જાહેરનામુ બહાર પાડયું હતું. જોકે, ખેતીની જમીનની ખરીદી પર કેટલાક પ્રતિબંધો ચાલુ રહેશે.
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે બહારના ઉદ્યોગો જમ્મુ-કાશ્મીરમાં આવે તેથી ઔદ્યોગિક જમીનમાં રોકાણની જરૂર છે. પરંતુ ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે.
કૃષિની જમીનને બીન કૃષિ હેતુઓ માટે ટ્રાન્સફર કરી શકાશે નહીં. જોકે, શૈક્ષણિક સંસૃથા અને હોસ્પિટલ જેવી સ્વાસ્થ્ય સેવાઓ જેવા બિન કૃષિ હેતુઓ માટે કૃષિ જમીનને ટ્રાન્સફર કરવાની મંજૂરી અપાશે. આ સાથે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના અન્ય કેટલાક સૃથાનિક કાયદાઓમાં પણ સુધારા કર્યા છે.
પાંચમી ઑગસ્ટ, 2019 પહેલાંના જમ્મુ-કાશ્મીર રાજ્યની અલગ બંધારણ વ્યવસૃથા હતી. તેમાં માત્ર જમ્મુ-કાશ્મીરના સૃથાનિક નાગરિકો જ રાજ્યમાં જમીન, મકાન, દુકાન ખરીદી શકતા હતા. દેશના અન્ય ભાગોના નાગરિકો પર રાજ્યમાં જમીન, દુકાન, મકાન ખરીદવા પર પ્રતિબંધ હતો.
જોકે, કેટલીક કાયદાકીય ઔપચારિક્તાઓ પૂરી કરીને ભાડા પટ્ટાના આધારે જમીન મેળવી શકાતી હતી. જોકે, હવે આ નવા સુધારાના પગલે કોઈપણ ભારતીય જમ્મુ-કાશ્મીરમાં ફેક્ટરી, ઘર આૃથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. તેના માટે તેણે સૃથાનિક નિવાસી હોવાના પુરાવા આપવાની જરૂર નહીં પડે. જોકે, કૃષિ જમીનની ખરીદી માટે સૃથાનિક નિવાસીના પુરાવાની જરૂર પડશે.
બીજીબાજુ ઉદ્યોગ જગતે આ આ નિર્ણયને આવકાર્યો છે અને તેને જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગો માટે સંજીવની સમાન જાહેર કર્યો છે. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે જમીન કાયદો લાગુ થવાથી જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગોની સંભાવના વધશે. દેશના અન્ય રાજ્યોમાં સિૃથત મોટા-મોટા ઉદ્યોગપતિઓ જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગો સૃથાપવા માટે પ્રેરિત થશે, જેાૃથી અહીં બેરોજદારી દૂર થશે.
કેન્દ્રના નિર્ણયનો સ્થાનિક રાજકીય પક્ષો દ્વારા વિરોધ
શ્રીનગર,
કેન્દ્ર સરકારના આ આદેશ સાથે કાશ્મીર કેન્દ્રીત રાજકીય પક્ષો ખાસ કરીને નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂખ અબ્દુલ્લા અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુપ્તીએ કેન્દ્રના આ આદેશને ગેરબંધારણીય જાહેર કરતા કહ્યું કે તેઓ આ કાયદાને કોઈપણ ભોગે નહીં સ્વીકારે અને તેની વિરૂદ્ધ દરેક મોરચે લડશે.
ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના જમીન માલિકી કાયદામાં સુધારો કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય તેમ નથી. કૃષિ અને બીન કૃષિ જમીનની ખરીદી બહારના લોકો માટે સરળ બનાવવાથી હવે જમ્મુ-કાશ્મીરમાં જમીનોની ખરીદી માટે લોકોમાં પડાપડી થશે અને નાના ગરીબ જમીન માલિકોએ સહન કરવું પડશે.
મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી ગેરબંાૃધારણીય રીતે કલમ 370 દૂર કરાયા પછી હવે કુદરતી સંશાધનો અને જમીનને વેચાણ માટે મુકીને ખુલ્લી લુંટની મંજૂરી આપી દેવાઈ છે.