



– ગરીબ દર્દી પાસે લોહીના ટેસ્ટ-એન્ડોસ્કોપીના ય પૈસા ન હતા ત્યારે કેન્સરની આખી ય સારવાર મફતમાં કરાઇ
દહેગામમાં કર્મકાંડ કરીને પેટિયુ રળી ખાતા એક કેન્સરગ્રસ્ત ગરીબ દર્દી પાસે લોહીના ટેસ્ટ -એન્ડોસ્કોપી કરાવવાના ય પૈસા ન હતાં ત્યારે આ વાતની જાણ થતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસૃથાને કાર્યરત જનસંવાદ કેન્દ્રમાંથી અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં એક ફોન ગયોને, આ ગરીબ દર્દીનું કેન્સરનું ઓપરેશન જ નહીં, આખીય સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી જેના કારણે ગરીબ દર્દીને જાણે નવજીવન મળ્યુ હતું.
વાત જાણે કઇક આમ છે. 45 વર્ષિય જગદીશભાઇ ત્રિવેદી દહેગામમાં કર્મકાંડ કરીને જીવન વ્યક્તિ કરી રહ્યાં છે.અવિવાહીત હોવાથી ઘરકામ પણ જાતે કરવું પડે છે.બાપદાદાના વારસામાં એક છાપરાવાળુ ઘર મળ્યુ છે જે આિર્થક સિૃથતી નબળી હોવાનુ ઉદાહરણ છે.
અગાઉ જગદીશભાઇ અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં રસોડામાં મજૂરીકામ કરતાં હતાં. તે વખતે શરીરમાં નબળાઇ હોવાથી તબીબોએ સિવિલમાં વધુ તપાસ કરાવવા સલાહ આપી હતી. નિદાન કરતાં જાણવા મળ્યું કે, લિવર માત્ર 12.5 ટકા કામ કરે છે.
શરૂઆતના તબકકામાં તો 11 બોટલ લોહી ચઢાવ્યુ પણ તમામ લોહી ઝાડા વાટે બહાર નીકળી ગયુ એટલે ડોક્ટરોએ લોહીના ટેસ્ટ અને એન્ડોસ્કોપી કરાવવા સલાહ આપી. પણ પૈસા વિના એન્ડોસ્કોપી કરાવવી કેવી રીતે. એ પ્રશ્ન હતો. ગરીબ દર્દીને મદદ કરે કોણ. પણ આ સંજોગો વચ્ચે જગદીશભાઇને ફોન આવ્યો કે,કેન્સર હોસ્પિટલમાં ડાયરેક્ટર ડો.શંશાક પંડયાને મળો. તમારી સારવાર થઇ જશે. બસ પછી તો પુછવુ જ શું.
જગદીશભાઇની એન્ડોસ્કોપી થઇ ત્યારે નિદાન થયુ કે,લિવરની નળીમાં પંચરમાં છે એટલે ઓપરેશન કરવામાં આવ્યુ. એટલું જ નહીં, 10 બોટલ લોહી ચઢાવવામાં આવ્યુ. આખીય સારવાર વિનામૂલ્યે કરવામાં આવી. આજે ગરીબ દર્દી જગદીશભાઇ ત્રિવેદી એકદમ સ્વસૃથ બન્યાં છે. સીએમ ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના એક એક ગામ-જિલ્લા પર સીધી નજર રાખવામાં આવે છે.એટલે જ ટેકનોલોજીમાં સંવેદના ભળે તો સુખદ પરિણામ આવી શકે છે.