



અંકલેશ્વરમાં જળ પ્રદુષણના મામલે દિવસે દિવસે બગાડી રહી છે. ખાડીઓ , વરસાદી કાંસ અને હવે અવાવરું જગ્યામાં તેમજ ખેતરોની સીમમાં પ્રદુષિત પાણી કેમિકલ માફિયાઓ દ્વારા ઠલવાઇ રહ્યું છે. જેને લઇ જમીન અને ભૂગર્ભ જળને વ્યાપક નુકશાન પહોંચી રહ્યું છે. ગત રોજ ઓસ્કાર હોટલ પાસે અંત્યંત ઘટ લાલા રંગનું પ્રદુષિત પાણીની ઘટના સામે આવી હતી જેના 24 કલાકમાં હવે કાપોદ્રા – ભરકોદ્રા વચ્ચે વહેતી ખાડી અને વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી વહેતુ નજરે પડી રહ્યું છે.
ખાડીમાંથી સ્થાનિક ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી રહ્યા છે. તો ભૂગર્ભ જળ સાથે જમીનનો પણ બગાડ થઇ રહ્યો છે. વારંવાર આ વિસ્તાર માં આમલા ખાડી તેમજ વરસાદી પાણી કોતરો માં પ્રદુષિત પાણી વહેતુ જોવા મળી રહ્યું છે.
જીપીસીબી કસુરવારો સામે કાર્યવાહી કરે તેવી માંગ
વારંવાર રાસાયણિક પાણી અહીં ખાડી કોતરો માં આવી રહ્યું છે.જેને લઇ અમારા ખેતરો આ નુકશાન થઇ રહ્યું છે. આ અંગે અગાઉ પણ જીપીસીબી જાણ કરી હતી. જીપીસીબી દ્વારા આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માગ છે. > ભરકોદ્રા ગામના ખેડૂત