



વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા બે દિવસની અંદર બે મગર રેસ્ક્યુ કરવામાં આવ્યા
૨૬/૧૦/૨૦૨૦ નાં રોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નાં પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર વિશ્વકર્મા નગર ગાજરાવાળી માંથી સચિન ભાઇ નો ફોન આવ્યો હતો કે એક મગર અમારા ઘર પાસે નાં એક ખુલ્લા ગ્રાઉન્ડમાં આઈ ગયો છે. આ કોલ આવતાંની સાથે અમારી સંસ્થા નાં સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત સંસ્થાના કાર્યકર અને વડોદરા વનવિભાગના અધિકારી લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક સાડા ચાર ફૂટનો મગર ઘર પાસેના ખુલ્લા ગ્રાઉન્ડમાં જોવા મળ્યો હતો જેને અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વડોદરા વનવિભાગ ને સોંપવામાં આવ્યો હતો.
બે દિવસ પહેલા પણ વડસર ગામ માંથી એક દસ ફૂટ નો મગર રાત્રી માં સમયે રેસ્ક્યુ કરવા માં આવ્યો હતો.