



ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીઆગામી 3જી નવેમ્બરે યોજાનાર છે. ત્યારે રાજકિય પક્ષોએ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના નેતાઓ દ્વારા પ્રચારનો ધમધમાટ થઈ રહ્યો છે. ત્યારે કરજણ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારનાં પ્રચાર અર્થે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ કરજણ આવી પહોંચ્યા હતા સાથે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તેમજ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ કરજણનાં સાધલી ગામે ઉપસ્થિત રહયા હતા.
કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટ સિંહ જાડેજા ના પ્રચાર અર્થે સાધલી ગામે યોજવામાં આવેલ વિજય સંકલ્પ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે હાર્દિક પટેલ સહિત રાજીવ સાતવે ઉપસ્થિતિ રહ્યા હતા અને જાહેર સભાને સંબોધી હતી. સિદ્ધાર્થ પટેલે શા માટે ચૂંટણી આવી પડી તે વિશે જનતાને જણાવ્યું હતું.
કિરીટ સિંહ જાડેજાએ તેમનાજ પક્ષના પૂર્વ ધારાસભ્ય અને તેમના હરીફ અક્ષય પટેલને સબક શીખવાડવા માટે ટકોર કરી હતી. હાર્દિક પટેલ એ લોકોને જણાવ્યું હતું કે આ ચૂંટણી તમારા સ્વમાનની ચૂંટણી હોવાનું જણાવ્યું હતું. અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને વિજયી બનાવવા માટે અપીલ કરી છે.
આ ચૂંટણીમાં સગાવાદ ને ભૂલીને કોંગ્રેસને મત આપવા જણાવ્યુ હતું. જનતાના મતોનો સોદો કરનાર ને પાઠ ભણાવવા માટે જનતાને જણાવ્યું હતું. અને આઠેય બેઠક કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.