



ભરૂચમાં વરસાદમાં માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી.વરસાદમાં માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાના કારણે મોટા ભાગના માર્ગો ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા હતા.જેના કારણે શહેરમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો હતો. ત્યારે બુધવારના રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના માર્ગો ઉપર પડેલા ખાડાઓ પુરીને તેની મરામતની કામગીરી શરૂ કરી હતી.જેમાં પ્રથમ શક્તિનાથથી સેવાશ્રમ રોડના પિચિંગ વર્કની કામગીરી કરાઈ રહી છે.