



મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલ ના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
કોરોના પછી સ્વસ્થ થઇ ગયા હતા પરંતુ કોરોના પછી તેમનુ સ્વાસ્થ્ય કથળી રહ્યુ હતુ. આજે સવારે ઓક્સિજન લેવામાં તકલીફ પડી હતી જેથી તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં હોસ્પિટલ લઇ જવામા આવ્યા હતા. જ્યાં હાર્ટ એટેકને કારણે તેઓનુંં અવસાન થયુ છે.
મુખ્ય મંત્રીશ્રી એ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘ થી લઇ ને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.
કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યો થી ભાજપા ને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. એમ મુખ્ય મંત્રીશ્રી એ સદગત કેશુભાઈ ના પ્રદાન ની સરાહના કરતા જણાવ્યુ હતું.
મુખ્ય મંત્રીશ્રી એ કહ્યું કે કેશુભાઈ ના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ. શ્રી વિજય ભાઈ રૂપાણીએ સદગત કેશુભાઈ ના આત્મા ની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.
આજે પ્રચાર કાર્ય બંધ રહેશે
ભાજપાના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતાં ભાજપાએ પેટાચૂંટણી સંબંધિત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.