



સંદીપ દીક્ષિત – જંબુસર પંથકમાં મુસ્લિમ બિરાદરોના ઇદે મિલાદુન્નબીના પર્વની ભવ્ય ઉજવણી માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે માહે રબીઉલ અવ્વલના પહેલા ચાંદથી જલાલપુરા, તલાવપુરા કસબા ગંજ શહિદ ની દરગાહ શણગારવામાં આવી છે. મોહલ્લા, મસ્જિદ અને શેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે. ઠેરઠેર લાઇટિંગના તોરણ, પોસ્ટરો લગાવી ઇદે મિલાદુન્નબીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
જોકે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીને પગલે દરેક ધર્મના તહેવારોને કોરોનાનો ગ્રહણ લાગ્યો હોય દરેક ધર્મના તહેવારો, ઉત્સવો તથા પ્રસંગો નિરાશ અને મજાવગરના થઈ પડ્યા છે. જ્યારે મુસ્લિમ ધર્મના સ્થાપક એવાં મહાન પેગમ્બર હજરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના જન્મ દિન નિમિતે “ઇદે મિલાદુન્નબી “સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ ના ભાગરૂપે મુસ્લિમ સમુદાય ના લોકો આખાય વિશ્વમાં પોતાના ઘરો, શેરીઓ, મહોલ્લાઓ તેમજ ધર્મસ્થળો ને ઇદે મિલાદ ના માસના પહેલાજ દિવસ થી રોશની થી શણગારી ઝગમગ કરાય છે.
ઈસ્લામિક મહિના રબિયુલ અવ્વલ માશ ની ૧૨મી તારીખે દરવર્ષે સાનો સોકત થી નગરો શહેરો અને ગામડાઓમાં ઝુલુસ કાઢી ઇદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવે છે. પણ ચાલુ વર્ષે કોરોના મહામારી ને લઈ ઝુલુસ કાઢવાનું મોકૂફ રખાતા મુસ્લિમ સમુદાયમાં અફસોસ ની લાગણી જોવા મળી રહી છે. કોરોના જેવી ગંભીર બીમારી આખા વિશ્વ અને ભારત દેશ માંથી નેસ્તનાબુદ થઈજાય તેવી દુવાઓ અને પ્રાર્થનાઓ સાથે તહેવાર ની ઉજવણી કરવામાં આવશે.