



હરિયાણામાં બનેલી ઘટના પર દેશભરમાં ફિટકાર વરસી રહ્યો છે અને તેના પડઘા વડોદરા માં પણ જોવા મળ્યા હતા. હરિયાણા માં નિકિતા નામની યુવતી ને પોતાની સાથે સંબંધ રાખવા અને ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા દબાણ કરનાર નરાધમ યુવાન ને તાબે થતા તેની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી જેના પગલે દેશભરમાં આ ઘટનાને લવ જેહાદ ગણવામાં આવી રહી છે અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.જેના પડઘા વડોદરા માં પણ જોવા મળ્યા હતા.આજ રોજ નટુભાઈ સર્કલ ખાતે એબીવીપી ના કાર્યકરો દ્વારા લવ જેહાદ અટકાવવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આરોપી નરાધમો ના પૂતળાને ફાંસી આપી આગ ચંપી કરી વિરોધ નોંધાવ્યો હતો.