



સંદીપ દીક્ષિત – હાજી કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પરમાર પરશોત્તમભાઈ ઈશ્વરભાઈ, પઢીયાર શિવાભાઈ મોતીભાઈ, તથા તાલુકા કુમાર શાળામાં ફરજ બજાવતા મકવાણા ભીખુભાઈ મોહનભાઈ જેઓની વય નિવૃત્તિ થતી હોઇ હાજી કન્યા પ્રાથમિક શાળા પટાંગણમાં વય નિવૃત્તિ સમારંભ ત્રણેય શિક્ષકોની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમની શરુઆત ગુજરાત રાજ્યમાં કોરોના વોરિયર્સ ને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ હાજી કન્યા શાળાના આચાર્ય રાહુલભાઈ મોરી દ્વારા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિતોનું ફુલહારથી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ હાજી કન્યા અને તાલુકા કુમાર શાળાના નિવૃત્ત થતા શિક્ષકનું શાલ ઓઢાળી અને સન્માનપત્ર આપી સન્માન કરાયુ હતુ.
નિવૃત્ત થતા શિક્ષકોએ પોતાની નોકરી દરમ્યાન થયેલા અનુભવો વર્ણવી જિલ્લા તથા તાલુકાના અધિકારીઓનો આભાર માન્યો હતો. ઉપસ્થિતો દ્વારા નિવૃત્ત થતા શિક્ષકો પોતાના સમાજમાં કુટુંબની સેવા કરી દીર્ધાયું જીવન જીવે તથા રાષ્ટ્રની સમાજની સેવા કરી ગૌરવની અનુભૂતિ કરે એવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કાર્યક્રમનું સફળ સંચાલન જયંતિભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદાય સમારંભમા ટીપીઓ આયશાબેન, જિલ્લા ઘટક સંઘ મહામંત્રી પ્રદીપસિંહ, કોષાધ્યક્ષ ઈકબાલભાઈ, ઘટક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણા, મહામંત્રી મહેન્દ્રભાઇ પઢીયાર, જિલ્લા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, બીઆરસી કો ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ પઢિયાર સીઆરસી કોર્ડીનેટર બિપીનભાઈ મહિડા હાજર રહ્યાં હતાં.