Vande Gujarat News
Breaking News
Other

સોનુ ખરીદવા માટે વેપારી પાસેથી રૂા. 3.55 કરોડ લઈને છેતરપિંડી, સસ્તા ભાવે ગોલ્ડ આપવાનું કહી મીઠાખળીના વેપારીને છેતરી દોઢ કરોડની કાર પણ લઈ લીધી

– હું સટોડિયો છું, મારા ગેંગસ્ટરો સાથે નજીકના સંબંધો છે કહી ધમકી આપી

મીઠાખલીમાં રહેતા અને કેમિકલ ટ્રેડીંગનો વ્યવસાય કરતા વેપારીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી તેની પાસેથી રાજકોટના ચાર શખ્સો મળીને છ શખ્સોએ 3.55 કરોડ લઈને છેતરપિંડી કરી હતી. તે સિવાય વેપારીની દોઢ કરોડની પોર્શે કયાન કાર પણ લઈ લીધી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે શૈવલ એસ.પરીખની ફરિયાદને આધારે સેટેલાઈટમાં હીરાકુવર સોસાયટીમાં રહેતા મિતુલ ઉર્ફે મીત ડી.જેઠવા, રાજકોટના ગુંદીવાડાના રાકેશ પી.રાજદેવ, રાજકોટના શ્રધ્ધા સ્ગ્સલેન્ડ પાર્કમાં રહેતા વિજય ગોબરભાઈ તંતી, રાજકોડ મોચીનગર-1માં રહેતા ફારૂક વાય. દલવાણી, રાજકોટમાં ગુરૂકૃપા બંગ્લોઝમાં રહેતા અભિષેક ઉર્ફે કાનો એચ. અઢીયા અને મુન્નો નામના શખ્સ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.

મીઠાખલીમાં પ્રવિણકુંજ કલ્યાણ સોસાયટીમાં રહેતા શૈવલ પરીખ એસ.જી.હાઈવે પર મોડીયલ હાઈટ્સમાં કેમીકલ ટ્રેડીંગનો વ્યવસાય કરે છે. ત્રણ વર્ષ અગાઉ તે દુબઈ ફરવા ગયા ત્યારે દુબઈમાં તેમની ઓળખાણ રાજકોટના રાકેશ રાજદેવ સાથે થઈ હતી જેમાં તેમની વચ્ચે ધંધાની વાતચીત થતા રાકેશે તમારે ગોલ્ડનું ટ્રેડીંગ કરવું હોય તો કહેજો હું તમને સસ્તા ભાવે ગોલ્ડ અપાવીશ અને રાજકોટમાં મારી યુનિવર્સલ મેટકોમ નામની કંપની છે, એમ કહ્યું હતું. બાદમાં રાકેશ શૈવલની અમદાવાદની ઓફિસે આવતો હતો અને તેના મિત્ર મિતુલ જેઠવા સાથે શૈવલભાઈની ઓળખ કરાવી હતી.

જાન્યુઆરી 2020માં મિતુલ શૈવલભાઈની ઓફિસે આવ્યો હતો અને હાલમાં ગોલ્ડમાં મંદી છે તમે રાકેશભાઈની કંપનીંમાંથી ગોલ્ડ મોટી ક્વોન્ટીટીમાં ખરીદી લો અને ટ્રેડીંગ કરો, એમ કહ્યું હતું. બાદમાં મિતુલે સસ્તા ભાવે ગોલ્ડ આપવાનું કહીને શૈવલભાઈને વોટ્સએપ કોલીંગ દ્વારા રાકેશ રાજદેવ સાથે વાત કરાવી હતા. રાકેશે પાંચ લાખનું ગોલ્ડ ખરીદવા કહેતા શૈવલભાઈે તેમની પાસે સાડા ત્રણ કરોડ હોવાનું કહ્યું હતું.

આથી મિતુંલે  તેના મુન્ના નામના માણસ સાથે શૈવલભાઈની વાત કરાવી હતી. ત્યારબાદ શૈવલભાઈએ આરટીએસથી યુનિવર્સલ મેટકોમ કંપનીને રૂ.3,55,00,000 ચુકવ્યા હતા. તેમણે બે ત્રણ દિવસ બાદ જેઠવાનો સંપર્ક કરતા તેણે બે ત્રણ દિવસમાં ડિલીવરી મળી જશે, એવી ખાતરી આપી હતી. ડેઠવાએ શૈવલભાઈને ઈમેલથી ગોલ્ડ અને સિલ્વરના બિલો મોકલતા શૈવલભાઈએ ચાંદીની ખરીદી કરી ન હોવાનું કહ્યું હતું.

તેમણે જેઠવાને ફોન કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગોલ્ડની ડીલીવરી ભલી જજો અને રૂપિયા પણ પરત નહી મળે, હવે ઉઘરાણી કરશો તો હાથપગ તોડી નાખીશું અમે કેટલા પહોંચેલા છીએ ? તમારા ઘરના સભ્યોને પણ મારી નંખાવીશું, એવી ધમકી આપી હતી. દરમિયાન રાકેશ રાજડેવે શૈવલભાઈની ઓફિસે જઈને એકાદ અઠવાડીયામાં ગોલ્ડની ડીલીવરી કરાવી દેશે કહીને શૈવલભાઈની પોર્શે કયાન અઠવાડીયા માટે લીધી હતી.

જોકે શૈવલભાઈને ગોલડ ન મળતા તે તેમણે તેમના મિત્રો સાથે આરોપીઓ સાથે બોપલ અને ભાવનગરમાં મિટીંગો પણ કરી હતી. તેમઠતા આરોપીઓએ ગોલ્ડ કે નાણાં પરત ન કરી તથા કાર પચાવી પાડી છેતરપિંડી કરી હતી. ફરિયાદ થતા રાકેશે શૈવલભાઈને ફોન કરીને ફરિયાદ કેમ કરી? તુ મને ઓળખતો નથી.  હું સટોડીયો છું મારે ગેંગસ્ટરો સાથે નજીકના સંબંધો છે, તને ક્યાંયનો નહી રહેવા દઉં કહીને ધમકી આપી હતી.

 

संबंधित पोस्ट

પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા ભરૂચ જિલ્લાનો સ્નેહ મિલન સમારંભ માહિતી વિભાગ કચેરી ખાતે યોજાયો

Vande Gujarat News

पीएम मोदी ने देशवासियों को दी दिवाली की शुभकामनाएं, कहा- समृद्ध और स्वस्थ रहें

Vande Gujarat News

RIL को पहली तिमाही में हुआ 13,248 करोड़ रुपये का मुनाफा, जियो के ARPU में हुई 7.4 फीसद की वृद्धि

Admin

राशिफल 31 जुलाई: इन 5 राशि वालों के बनेंगे अटके हुए काम, सुधरेगी आर्थिक स्थिति

Admin

COVID 19: Fashion icon Donatella Versace donates 200,000 Euros to Italy hospital fighting coronavirus

Admin

આજે અને 26મીએ સોમવારે પણ પ્રવાસીઓ માટે SOU ખુલ્લું રહેશે

Vande Gujarat News