



વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમના સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબી પ્રતિ વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરે છે. આ પ્રસંગે ઠેર-ઠેર જુલૂસ આમ ન્યાઝ, ધર્મસભા સહિતના કાર્યક્રમો આયોજીત કરે છે. જોકે હાલમાં કોરોના મહામારીના કારણે રેલી અથવા જુલુસ કાઢવાનું મોકૂફ રાખ્યું છે. પરંતુ મુસ્લિમ સમાજ દ્વારા તેમના વિસ્તારોમાં આવેલી દરગાહો, મહોલ્લા, મસ્જિદો અને શેરીઓને રોશનીથી શણગારી ઠેર ઠેર લાઈટીંગ પોસ્ટરો લગાવી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.