



અંકલેશ્વર ખાતે બી.એમ.એસ.એ કેન્દ્ર ના મજદૂર વિરોધી કાયદા સામે વિરોધ દિવસ ની ઉજવણી કરી હતી. સરકારે પાસ કરેલ વિધેયક બાબતે ચર્ચા કરી સુધાવા માગ કરી હતી. બુધવારના રોજ સાંજે એશિયન્ટ પેન્ટ ચોકડી પાસે એકત્ર થઇ રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતર માં યોજાયેલ મોન્સૂન સત્રમાં 3 જેટલા શ્રમ કાયદામાં સુધારા કરતા વિધેયક પસાર કરવામાં આવ્યા છે. જે વિધેયક માં કરાવમાં આવેલ સુધારા મજૂદર કાયદા વિરોધી હોવાનું અને કામદારો ના અહિત કરતા હોવાનું બી.એમ.એસ યુનિયનએ રોષ વ્યકત કર્યો હતો. તેમજ આ અંગે અગાવ ચિંતન સપ્તાહ વડે વિરોધ પ્રદર્શિત કર્યા બાદ હવે તેમના દ્વારા કાયદાના વિરોધ માં 28 ઓક્ટોબર ના રોજ વિરોધ દિવસ ની ઉજવણી કરી હતી જેના ભાગ રૂપે એશિયન્ટ પેન્ટ ચોકડી ખાતે આવેલ ઓફિસ પર એકત્ર થઇ કામદારો ભેગા થઇ વિરોધ નોંધાવ્યો હતો.