Vande Gujarat News
Breaking News
AccidentAnkleshwarBharuchBreaking NewsCongressJaagadiya

અંકલેશ્વર ખાતે સારવાર અર્થે દાખલ થયેલ ગુમાનદેવ મંદિરના મહંતના કોંગી દિગ્ગજ અહમદભાઈ પટેલે ખબર અંતર પૂછ્યા : સ્થાનિક આગેવાનોને મહંતની પડખે ઊભા રહી તમામ જાતની મદદ કરવા આપી સૂચનાઓ

ગુમાનદેવની આ ઘટના અંગે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે આ ખરેખર નિંદનીય ઘટના છે. આ બાબતે મહંત અને જલ્દી તંદુરસ્તી બક્ષે એવી જ શુભકામનાઓ પાઠવું છું અને ફરી એકવાર તેઓ પોતાના ભક્તોને આશીર્વાદ આપતા થાય એવી શુભેચ્છાઓ પણ સાથે પાઠવું છું.

રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલે તાત્કાલિક અસરથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓને મહંતની સુખાકારી જાણવા માટે મુલાકાત લેવાની સૂચના આપી હતી અને તેમની સૂચના બાદ તમામ કોંગી આગેવાનો સરગમ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મહંતની રજૂઆતો પણ સાંભળી હતી.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું હતું કે આ અત્યંત નિંદનીય ઘટના છે. કોઈ પણ મંદિરના મહંત પર હુમલો થાય એ ખરેખર અક્ષમ્ય અપરાધ છે. સ્થાનિક પોલીસ તંત્રથી લઈ સરકાર સુધીના તમામે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. સાધુ-સંતો અને મહંતોને જ જો સુરક્ષાકવચ ના હોય તો પછી તંત્ર સદંતર નિષ્ફળ ગણાય.

ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજીની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુભાઈ ફડવાલા, અંકલેશ્વર નગર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની સહિત આગેવાનોએ મહંત મનમોહન દાસજી ની મુલાકાત નહીં તેમની તંદુરસ્તી માટે શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી તેમજ આ બાબતે સખત આક્રોશ વ્યક્ત કરીને ઘટનાને વખોડી હતી.

संबंधित पोस्ट

ગોલ્ડન બ્રીજમાં કાર ખોટકાતા પીક અવર્સમાં 3 કલાક ચક્કાજામ, છાપરા પાટીયા સુધી વાહનોની કતાર જામી

Vande Gujarat News

ભારતીય નૌસેના સૌથી મોટી સમુદ્રતટ સંરક્ષણ કવાયત – સી વિજીલ 21ના બીજા સંસ્કરણમાં સંકલન કરશે

Vande Gujarat News

૧૯ વર્ષથી હૃદયની પીડાથી પીડાતા વડોદરાના દર્દીને અમદાવાદના બ્રેઇનડેડ રાહુલભાઇ સોલંકીના હૃદયના દાનથી નવજીવન

Vande Gujarat News

ડીસાના એરફોર્સ સ્ટેશન ખાતે SWACના AOC-IN-C એર માર્શલ એસ.કે.ઘોટિયાએ ‘સ્વર્ણિમ વિજય સાઇકલ રેલી’ને આવકારી

Vande Gujarat News

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યાં છે અને 29 લોકોને સારવાર અર્થે

Vande Gujarat News

इंग्लैंड में पाकिस्तानी टीम से जुड़ेंगे मोहम्मद आमिर, दोनों कोरोना टेस्ट आया नेगेटिव

Admin