Vande Gujarat News
Breaking News
AnandBusinessHealthNatureScienceTarapurTechnology

તારાપુરના ચાંગડા ગામના ખેડૂતે કાળા ચોખાની ખેતી કરી ભાલ પંથકને નવી દિશા આપી

લાલજી પાનસૂરિયા – આણંદ જીલ્લાના તારાપુર તાલુકાના ચાંગડા ગામે એક વીઘા જમીનમાં યુવા ખેડૂત શ્રી હર્ષદ ભાઈ દાનું ભાઈ વાઘેલા એ કાળા ચોખાની ખેતી કરી નવતર અભિગમ હાથ ધર્યો છે.

આમતો ભાલ પંથક એટલે ડાંગરની ખેતી માટેનુ સમૃદ્ધ ગણાંય છે. જ્યા સામાન્ય રીતે ડાંગરની ખેતી થાય છે, અને એમાંય અહીંની સફેદ ચોખાની ડાંગર વિશ્વ વિખ્યાત છે. દેશમાં હરિયાળી ક્રાન્તિ બાદ ખેતીમાં અનેક પરિવર્તનો અને ટેકનોલોજી આવી છે. ખેડૂતો દ્વારા પોતાની આવક બમણી કરવા અવનવા અખતરા પણ કરવામાં આવે છે.


કાળી ડાંગર માંથી નીકળતા કાળા ચોખા આમ તો ભારતના મિઝોરમ માં વધુ થાય છે. અને તે પહેલા ચીનમાં રાજા રજવાડાઓ જ આ કાળા ચોખા ખાઈ શકે તેવા ત્યાના નીયમો પણ હતા. પરંતુ હવે ભારતમાં પણ તેની ખેતી શક્ય બની છે. કાળા ચોખામાંં  એન્ટીઓક્સીડંન્ટ હોવાથી તથા તેમા ખૂબ વધુ માત્રામાં પ્રોટિન અને ફાયબર નું પ્રમાણ હોય છે. જે ડાયાબીટીશ અને બ્લડ પ્રેશર તથા હાર્ટ એટેકના દર્દીઓ માટે આ કાળા ચોખા આશિર્વાદ સમાન સાબિત થયા હોવાનુ તજજ્ઞો કહી રહ્યા છે.
તેવામાં ચાલુ વર્ષે ચાંગડા ગામના ખેડૂતે ઓનલાઈન કાળા ચોખાનુ બિયારણ 400 રૂપિયે કીલો ના હિસાબે ખરીદીને ખેતી કરી હતી. જેમાં કોઈપણ પ્રકારનુ રાસાયણિક ખાતર નાંખ્યા વિના માત્ર સેન્દ્રીય તત્વો ઉમેરીને ઓર્ગેનીક કાળા ચોખા ની ખેતી કરી છે. જેનો પાક હાલ મસ્ત લહેરાઈ રહ્યો છે. અહીંના ખેડૂતે એક વિઘા જમીન માં આ ખેતી કરી છે. ખેડૂતને આશા છે કે, આવનાર સમયમાં બજાર ભાવ પણ તેને સારો મળશે આ નવતર ખેતી જોવા આજુબાજુના ખેડૂતો પણ આ ખેતરની મુલાકાત લઈ રહ્યા છે.

 

संबंधित पोस्ट

રહો હેલ્ધી / Exercise કરવું નથી પસંદ ? તો બોડીને ફિટ રાખવા માટે જરૂર કરો આ 3 કામ

Vande Gujarat News

હાર્ટ એટેકથી બચવા ખાઓ આ 4 વસ્તુઓ, આધેડ વયમાં પણ નહીં થાય હૃદયની બીમારી

Admin

ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવશે તો સુરતના નીચાણવાળા વિસ્તારોમાં તાપી નદીના પાણી ઘુસવાની સંભાવના

Vande Gujarat News

સીટેક્ષ એક્ષ્પો’માં એકઝીબીટર્સને રૂપિયા ૭૦૦ કરોડનો બિઝનેસ મળવાની આશા, ર૦૦૦ મશીનોનું મળ્યું બુકીંગ

Vande Gujarat News

प्रधानमंत्री बोरिस जॉनसन ने जून में G7 देशों के सम्मेलन में पीएम मोदी को दिया ब्रिटेन आने का न्यौता

Vande Gujarat News

‘निवार’ के बाद अब चक्रवात ‘बुरेवी’ का खतरा, तमिलनाडु-केरल में अलर्ट

Vande Gujarat News