



સંજય પાગે – ગુજરાતમાં યોજાનાર આઠ બેઠકો ની પેટાચૂંટણીઓ ની તારીખો નજીક આવી રહ્યો છે. મુખ્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
વડોદરાની કરજણ બેઠક માટે કેન્દ્રીય નેતાઓ તેમજ રાજ્યના નેતાઓ સભા કરીને મતદારોને પોતાની તરફેણમાં મત આપવા જણાવી રહ્યા છે.કરજણ બેઠકના બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી પુરુષત્તોમ રૂપાલાએ પોર ખાતે જાહેરસભા સંબોધી.
તેમની સાથે સહિત રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઓન મંચ પર ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રી પુરુશોત્તમ રૂપાલા એ તેમના આગવા અંદાજમાં સભાને ગજવી હતી અને કેન્દ્ર સરકારે જાહેર કરેલ લોકોપયોગી યોજનાઓ વિશે માહિતી આપી હતી.જનધન યોજના, આરોગ્ય યોજના, થકી લાખો લોકોને ફાયદો થયો હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત લાખો ખેડૂતોના ખાતામાં સહાય મળી હોવાનું તેમજ ગરીબોના ખાતામાં સીધા રૂપિયા મળ્યા હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે સરપંચોને સીધી સહાય કરી હોવાની માહિતી આપી હતી.તેમણે તેમની આગવી શૈલીમાં મતદારોને બીજેપીનાં ઉમેદવાર અક્ષય પટેલને મત આપી વિજયી બનાવવા માટે જણાવ્યું હતું.