



નવી દિલ્હી:પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક મહિલાને તેમના જ શોહરે પાંચ હજાર રૂપિયામાં કહેવાતી રીતે ચાર વ્યક્તિઓને વેચી દેતા આ નરાધમ શખ્સોએ તેમના પર 21 દિવસ સુધી સામુહિક બળાત્કાર ગુજારતા અરેરાટી મચી જવા પામી છે. આ ઘટના લાહોરથી 200 કિલોમીટર દૂર આવેલ ઉતરી સરગોધામાં બની છે.આરોપી મહિલાને પોતાના નિવાસ સ્થાન પર લઇ જવામાં આવ્યા છે જેમાં તેમની સાથે 21 દિવસ સુધી સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તે કૃત્ય કર્યા બાદ આરોપી કોઈ પણ રીતે ભાગી જતા પોલીસ તુરંત ઘટનાસ્થળેજ પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે.