



– આરોગ્યવન, ધ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને એકતા મોલ ભારતના વૈવિધ્યસભર વારસાને જાણવાનું સિંગલ પોઇન્ટ ડેસ્ટિનેશન બની રહેશે : મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટે વિવિધ 17 પ્રોજેક્ટસના લોકાર્પણ અને 4 નવા પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આજે પ્રથમ તબક્કામાં આરોગ્યવન, એકતામોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. મોદી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા.
સરદાર વલ્લભભાઇ પટેલની 145 મી જન્મ જયંતીના પૂર્વ દિવસે આ પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટસના લોકાર્પણ મોદીએ સંપન્ન કર્યા હતા.લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ ડો.અનિલ મુકિમ અને વન વિભાગના અગ્ર સચિવ ડો. રાજીવ ગુપ્તા એ આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી વડાપ્રધાનને આપી હતી.
આ બધા જ પ્રોજેક્ટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા વિશ્વ સ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવતા દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો બની રહેશે. ”આરોગ્ય વન” નું લોકાર્પણ કરતા મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, કેવડિયા સ્થિત ”ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક” પોષણને સ્પર્શતા અનેકવિધ આયામો વિષે જાગૃતિ ફેલાવવા માટેનપું સર્જનાત્મક સ્થળ છે.
અહીંનપું એક મહત્વનપું આકર્ષણ છે : ટ્રેન રાઇડ, જે અલગ અલગ સ્થળે લઇ જઇને વિધવિધ આકર્ષણો દર્શાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વન ભારતની ઔષધીય વૈભવના પ્રતીક સમાન છે. જ્યાં વિવિધ રોપાની સાથે ભારતની પ્રાચીન આયુર્વેદિક નીરોગિતાની પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું સ્થળ છે.
”એકતા મોલ”ના ઉદઘાટન સમયે મોદીએ રોમાંચ અનુભવતા જણાવ્યું હતું કે, એકતા મોલ ભારતના વૈવિધ્યપૂર્ણ હસ્તકલાના વારસાને એક જ સ્થળે પામવાનું સંગમસ્થાન છે. વડાપ્રધાને એકતા મોલની મુલાકાત સમયે જમ્મુ-કાશ્મીર, પૂર્વ ભારતના રાજ્યોએ નિરૂપિત કરેલા હસ્તકલાના નમૂનાને માણ્યા હતા.
જુદા જુદા વૈવિદ વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલપં છે. આ વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 380 પ્રજાતિના જુદા જુદા પાંચ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઇન્ડોર પ્લાન્ટ વિભાગ, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, વગેરેનો સમાવેશ થાય છે.
35,000 ચો.ફુટમાં પથરાયેલા એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. જ્યારે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. થીમ બેઝ પાર્ક છે જે 35000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટરનો પ્રવાસ આ પાર્કમાં કરી શકશે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ, સ્વસ્થ ભારતમ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે.
જંગલ સફારીમાં દેશવિદેશનાં 1100 પક્ષીઓ જોવા મળશે
રેકર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવેલુ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ”સ્ટેટ ઓફ આર્ટ” ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ – 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવા મળશે. આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ”જીઓડેસીક ડોમ એવીયરીઝ” નો સમાવેશ છે. બાળકો પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ”પેટીંગ ઝોન” પણ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીંગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટકીં અને ગીઝનો સમાવેશ છે.
યુનિટી ગ્લો ગાર્ડન 2.41 લાખ એલઇડીથી ઝગમગે છે
નેવિગેશન ચેનલ બનાવવા પાંચ લાખ ઘનમીટર હાર્ડરોકનું ખોદકામ
પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન છે. જે આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. 3.61 એકરમાં પથરાયેલ આ ગાર્ડનમાં 2.41 લાખ એલઇડી, 31 ઝગમગતા પ્રાણીઓ જેવા કે હરણ, અશ્વો, જિરાફ, ફલેમિંગો, હંસ, સસલાઓ વગેરે, 125 ઝળહળતા ફુલો, 35 વૃક્ષો, 51 ઇન્ટરેક્ટિવ લાઇટીંગ એલીમેન્ટસ અને 4 ત્રિપરિમાણીય ફુવારાઓ છે.
નર્મદા નદીમાં શ્રેષ્ઠ ભારતી ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ વચ્ચે ફેરીબોટમાં આવજા કરવા 7 કિ.મી. લંબાઇમાં 60 મીટર પહોળી અને 25 મીટર ઊંડી નેવિગેશન ચેનલ બનાવવામાં આવેલ છે. આ ચેનલ બનાવવા માટે અંદાજે 5 લાખ ઘન મીટર હાર્ડ રોકનું ખોદકામ કરવામાં આવેલ છે.
ગરૂડેશ્વર વિયર
સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રીવર્સેબલ ટર્બાઇનના સંચાલન માટે નીચાણવાળા વિસ્તારમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરૂડેશ્વર વિયર બનાવવામાં આવેલ છે. ગરૂડેશ્વર વિયર નર્મદા ડેમથી 12.10 કિ.મી. નીચાણવાળા વિસ્તારમાં આવે છે. ગરૂડેશ્વર વિયરની લંબાઇ 609 મીટરનાં સ્પીલવે સાથે કુલ-1218 મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ 87.20 મીલીયન ક્યુબીક મીટર છે. ગરૂડેશ્વર વિયરમાં 9 મે.વો. જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.
નવો ગોરા બ્રિજ
ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો લેવલનો કોઝવે ગરૂડેશ્વર વીયરના કારણે ડુબમાં આવતો હોવાથી નવો ગોરા બ્રીજ બનાવવામાં આવેલ છે. જેમાં મુખ્ય ભાગની લંબાઇ 920 મીટર છે. અને એપ્રોચીઝની લંબાઇ 1.6 કિ.મી. છે. આ બ્રીજ પર વાહનોની અવરજવર માટે ચાર લેન કરવામાં આવેલ ચે. ગોરા બ્રીજ સરદાર સરોવર ડેમથી 6.30 કિ.મી. નીચાણમાં છે. બ્રીજ કેવડિયાથી રાજપીપળા રસ્તાને જોડે છે.
ખલવાણી ઇકો-ટુરિઝમ
ખલવાણી ઇકો- ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલું છે જેમાં 82 એકર વિસ્તારમાં 1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે. એડવેન્ચર ટુરિઝમ માયટેનું આ સ્થળ છે જેમાં ગુજરાતનું એકમાત્ર રીવર રાફ્ટીંગ 4.5 કિ.મી. લંબાઇ અને 9 રેપીડ ધરાવતું આ રીવર રાફ્ટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ કરાવશે.
કેકટસ ગાર્ડનમાં 6 લાખ કેકટસ છે
સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં ગાર્ડન છે. જેમાં 450 પ્રકારની કેકટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલા કેકટ્સના છોડવા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલ છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.
એકતા નર્સરી
એકતાના વિચારના થીમ ઉપર 10 એકરમાં પથરાયેલ એકતા નર્સરીની 10 લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે. આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવી શકશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રમણીય સ્થળોની મુલાકાત માટે વ્યક્તિ દીઠ રૂ.2920 ખર્ચ થશે
બાળકોને કેવડિયાની તમામ એક્ટિવિટીમાં ફરવાનો રૂ.920ની આસપાસ ખર્ચવા પડશે
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. કુલ 21માંથી 17 પ્રોજેક્ટનું લોકાપર્ણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું છે. જેમાં સમગ્ર વિશ્વના પ્રખ્યાત રમણીય સ્થળોની ઝલક જોવા મળશે, પણ તેની માટે એક વ્યક્તિએ રૂ.2920 ખર્ચવા પડશે.
ફરવાના શોખીનો બજેટ બનાવીને ઘરની બહાર નીકળતા હોય છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે સી પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટીંગ, એક્તા મોલ, જંગલ સફારી, બટર ફ્લાય ગાર્ડન વગેરેને જોવા માટે લગભગ રૂ.2920 જેવો ખર્ચ થશે જ્યારે બાળકોને કેવડિયાની તમામ એક્ટિવિટીમાં ફરવાનો ખર્ચ રૂ.920ની આસપાસ થશે. આમ એક પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકો હોય તો કેવડિયા ખાતે ફરવાનો ખર્ચ રૂ.7680 થશે. આ તો માત્ર ફરવાની વાત થઈ ઉપરાંત અહીં રોકાવાનો તેમજ જમવાનો ખર્ચ તો અલગથી ગણવો પડશે.
કેવડિયામાં ક્યાં કેટલો ખર્ચ થશે?
કેવડિયા ફરવાનો ખર્ચ વ્યક્તિદીઠ રૂ.2920 જ્યારે બાળકોનો રૂ.920 થશે. જો કે કોરોના મહામારીને કારણે હાલ બાળકોને એન્ટ્રી આપવામાં આવતી નથી.
સ્થળ |
ટીકિટ |
3થી 15 વર્ષના |
|
|
બાળકોની ટીકિટ |
સ્ટેચ્યૂ ચ્યુ ઓફ યુનિટિ એન્ટ્રી ફી |
રૂ.150 |
રૂ.90 |
સ્ટેચ્યૂ ઓફ વ્યુઈંગ ગેલેરી |
રૂ.380 |
રૂ.230 |
રિવર રાફ્ટીંગ |
રૂ.1000 |
– |
સરદાર સરોવર નૌકા વિહાર |
રૂ.290 |
– |
ઈકો બસ સેવા |
રૂ.300 |
રૂ.250 |
એક્તા ક્રૂઝ બોટ |
રૂ.200 |
– |
જંગલ સફારી |
રૂ.200 |
રૂ.125 |
ચિલ્ડ્રન પાર્ક |
રૂ.200 |
રૂ.125 |
એક્તા નર્સરી |
રૂ.30 |
રૂ.20 |
કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડન |
રૂ.60 |
રૂ.40 |
વિશ્વ વન |
રૂ.30 |
રૂ.20 |
આરોગ્ય વન |
રૂ.30 |
રૂ.20 |
ગોલ્ફ કાર્ટ |
રૂ.50 |
– |
કુલ |
રૂ.2920 |
રૂ.920 |