



કોરોના સંક્ર્મણના કારણે મંદિરે થતી ઉભા ભજનની પરંપરા આ વર્ષે તૂટશે
ભરૂચમાં રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે અહીંયા આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે છે. શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.આ વર્ષે કોરોના સંક્રમણ હોવા કારણે રણછોડજીનો શણગાર કરવા સાથે આરતી તેમજ દર્શનનો લ્હાવો ભક્તો સરકારી ગાઈડલાઈનના પાલન સાથે દર વર્ષની જેમ લઈ શકશે.પરંતુ પરંપરાગત યોજાયા ઉભા ભજનની વર્ષો પુરાની પરંપરા તૂટશે.વર્ષો પહેલાં અહીંયા આવેલી દીપમાળમાં તેલના દિવડા બાધા પૂરી થઈ હોય તેવા શ્રધ્ધાળુઓ મુકતા હતા.
આધુનિક સમયમાં પરંપરા દિવડાઓનું સ્થાન રંગબેરંગી ઈલેકટ્રીક બલ્બએ લીધુ છે. જેથી દીપમાળ પણ રંગબેરંગી રોશની થી શરદ પૂર્ણિમાની શીતળ ચાંદની સાથે સ્પર્ધા કરતો હોય તેમ લાગે છે.આ વર્ષે પણ દીપમાળને રંગરોગાન કરી સુશોભીત કરી દેવામાં આવ્યું છે.જે પૂર્ણ રીતે ઝળહળે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે.શરદ પૂર્ણિમાએ તે ઉપરાંત રણછોડજી મંદિર પાસે આવેલા નવચોકી ઓવારાએ જવાનું પણ લોકો ચુકતા નથી.