



અંકલેશ્વર ન્યુ ઇન્ડિયા માર્કેટમાં વહેલી પરોઢે ભંગારના ગોડાઉન આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. 3 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનહાની નહિ સર્જાય ન હતી. પ્રાથમિક અગમ્ય કારણસર આગ લાગી હોવાનું બહાર આવી રહ્યું છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અન્સાર માર્કેટ બાજુ ના ન્યુ ઇન્ડિયા માર્કેટ માં વહેલી સવારે ભંગાર ના ગોડાઉન માં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી. આગ ના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે અંકલેશ્વર ડીપીએમસી જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર નો કાફલો 3 ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવાના પ્રયાસો કર્યા હતા. અડધા કલાક ઉપરાંતની જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો ગોડાઉન માં રહેલ ભંગારના જથ્થામાં આગ લાગી હતી જે જોત જોતા માં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ ના પગલે આજુબાજુ ના ગોડાઉન સંચાલક માં ડર નો માહોલ જોવા મળ્યો હતો. સદ્દનસીબે કોઈ જાન હાનિ સર્જાયા ના હતી. આ ક્યાં કારણસર લાગી તે જાણી શકાયું નથી. ત્યારે આગ લાગવા પાછળ તર્ક વિતરક સર્જાયા હતા.