



મહિલાનો અન્ય પ્રેમી પણ હુમલામાં સામેલ, ગામમાં અજંપા ભર્યો માહોલ
હાંસોટ તાલુકામાં આવેલાં અંભેટા ગામે રહેતો અને વેરાઇ ફળિયામાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતો કલ્પેશ ઉર્ફે લાલો મનસુખ પટેલ તેની દુકાને હતો. તે વેળાં રાત્રીના સવાનવ વાગ્યાના અરસામાં તેના ફળિયામાં રહેતો આસીફ ઇમરાન, હાંસોટનો ઝાકીર અબ્દુલ સમદ કાનુગા, સૈયદ ફળિયાનો ઝહિર સમસુદ્દીન સૈયદ તેમજ પારડી ગામનો યશ મનહર પટેલ તેની દુકાને આવ્યાં હતાં.
જે બાદ આસીફે કલ્પેશને દુકાનની બહાર આવવા જણાવતાં તે બહાર આવી શું કામ છે તેમ પુછતાં આસિફે તેને અપશબ્દો ઉચ્ચારી તુ કેમ અમારા ફળિયામાં આંટા મારે છે કહીં બોલાચાલી કર્યાં બાદ તું મારી માતા સાથે કેમ આડો સંબંધ રાખે છે તેમ કહેતાં કલ્પેશે તેને મારે હમણાં તારી માતા સાથે કોઇ સંબંધ નથી તેમ જણાવ્યું હતું. જોકે, જાહીર અને આસીફે તેનો હાથ પકડી રાખતાં છેલ્લા ત્રણેક મહિનાથી મહિલા સાથે સંબંધ રાખનારા ઝાકિરે તેના હાથમાંથી કોદાડી વડે તેના માથામાં ડાબાકાન પાસે ઘા કરતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. જે બાદ ઝાકિર તેમજ તેના સાગરિતોએ ચપ્પુ લઇ આવું છું કહીં ત્યાંથી નીકળી જતાં આસપાસના લોકોએ તેેને તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યોહતો. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડે તેમજ હિંસક અથડામણ થવાની શક્યતાઓ જણાતાં જિલ્લાની પોલીસ બોલાવી ગામમાં બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.