



સંદીપ દીક્ષિત – સરદાર પટેલનો જન્મ ૩૧/૧૦/૧૮૭૫ માં ખેડા જીલ્લાના નડીયાદ ગામે તેમના મામાના ઘરે થયો હતો તેમનો ઉછેર કરમસદ ગામે થયો હતો. વલ્લભભાઈ પટેલ વકીલ હતા તેમની સફળ વકિલાતની પ્રેક્ટીસ દરમ્યાન મહાત્માગાંધી ના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયાં હતાં. ત્યારબાદ ખેડા બોરસદ બારડોલી ગામના ખેડુતોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહ કર્યા હતા.
તેમની ભૂમિકાને લીધે ગુજરાતના પ્રભાવશાળી નેતાઓમાં તેમની ગણના થવા માંડી હતી.અને તેમને દેશની સ્વતંત્રતા માટે મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી તરીકે પંજાબ અને દિલ્હીના નિરાશ્રીતો માટે સહાયનું આયોજન કર્યું હતું ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના મુક્ત વ્યાપાર અને માલિકી હકના સૌથી પેહલા હિમાયતી હોવાના સર્વશ્રેષ્ઠ પુરૂષ હતા.
ભારતના લોખંડી પુરુષની જન્મજયંતી હોય ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે જંબુસર તાલુકાના ભાણખેતર ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નુ પૂજા કરી ફૂલહાર વિધિ કરવામાં આવી હતી.
વલ્લભભાઇ પટેલની તેમના જીવનકાળ દરમ્યાન કરેલાં કાર્યોને બિરદાવ્યા હતા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ભાણખેતર ગામ અને તાલુકા અગ્રણી જગદીશભાઈ પટેલ ગામના અગ્રણીઓ યુવાઓ હાજર રહ્યાં હતાં.