



દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકાની ગણના થાય છે. અંતરીયાળ વિસ્તારના ગામે-ગામ વસવાટ કરતાં રહીશો પોતાના ખાનગી વાહનો મારફતે બજારમાં જીવનજરૂરીયાત ચીજવસ્તુની ખરીદી કરવા આવે છે. વાહનપાકિૅગની સુવિધાના અભાવે ખાનગી વાહનોને રોડ ઉપર મુકવા પડતા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા ઉદભવે છે.
ગ્રા.પંચાયતના સતાધીશો વાહનપાકિૅગની સુવિધાઓના નિમૉણકાયૅ કંઈ જ પડુ નથી તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે. ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે ગામના રહીશોએ વારંવાર જવાબદાર લોકોને રજુઆત કરી હતી. પરંતુ પરિણામલક્ષી કોઇ નક્કર પગલા ભરાતા નહીં હોવાથી ગામના રહીશો-દુકાનદારોની હાલત દયનીય બની જવા પામી છે.
જેમાં મુખ્યત્વે નેત્રંગ પોલીસે ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કડકહાથે કાયૅવાહી કરતાં વાહનચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.જેમાં 24 જેટલા દારૂનું સેવન કરીને વાહન હંકારનાર ચાલકો, ૨૧ તેજગતિથી વાહન હંકારનાર ચાલકો, ૯ ટ્રાફિકજામ કરતાં વાહનો, ૪૭ જરૂરી દસ્તાવેજો વગરના વાહનો સહિત ૯૫ જેટલા વાહનો ડિટેઈન કરી રૂ.૪૧,૯૦૦ નો દંડ ફટકાર્યો હતો. આ બાબતે નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણીએ જણાવ્યું હતું કે, આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને પુરઝડપે-ગફલતભરી રીતેે હંકારનાર વાહનોચાલકો સામે અને ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે પણ વધુ કડકહાથે કાયૅવાહી કરવામાં આવશે.