Vande Gujarat News
Breaking News
Breaking NewsCrimeGujaratHealthIndiaNationalSocial

નશામુકત ભારત અભિયાન : પોલીસ-પ્રાંત-મામલતદારોની ટીમો હવે દારૂ-સિગારેટ-ડ્રગ્સ અંગે સંયુકત દરોડા પાડશે : વડાપ્રધાનની મોદીની ખાસ યોજના

ભરત ચુડાસમા – આજથી તા.ર૧ જાન્યુ. ર૦ર૧ સુધી ખાસ ઝુંબેશઃ દરેકને પોગ્રામો આપી દેવાયાઃ સંસ્થા એનજીઓને પણ આવરી લેવાયા : તમામ ડીપાર્ટમેન્ટની મીટીંગ યોજતા કલેકટરઃ આઇસીડીએસ-શિક્ષણ-સમાજ કલ્યાણ વિભાગ જાગરૂકતા અંગે કાર્યક્રમો યોજશે

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નશામુકત ભારત ખાસ યોજના બનાવી છે. આ માટે જાન્યુ-ર૦ર૧ સુધી દેશભરમાં અનેક પ્રકારના કાર્યક્રમો-દરોડા સહીતની બાબતો આવરી લેનાર છે.

આ બાબતે ગઇકાલે જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને તમામ ડીપાર્ટમેન્ટ સાથે મીટીંગ યોજી ૨૧ જાન્યુ-૨૦૨૧ સુધીનો આખો કાર્યક્રમ- ટારગેટ- દરોડા અંગેનો પ્લાન ઘડી કાઢી, દરેકને ટારગેટ પણ આપીદીધા હતા.

માહીતી આપતા એડી. કલેકટર શ્રી પરીમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતુ કે ગઇકાલે સાંજે નાબાર્ડ સાથે મીટીંગ બાદ કલેકટરની અધ્યક્ષતામાં પોલીસ, શિક્ષણ, આઇસીડીએસ, પ્રાંત-મામલતદારો, પંચાયત, સમાજ સુરક્ષા, કોર્પોરેશન, સંસ્થાઓ-એનજીઓ સાથે મીટીંગ યોજાઇ હતી.

તેમણે જણાવેલ કે નશામુકત ભારત સંદર્ભે જીલ્લામાં દારૂ-સીગારેટ-તમાકુનું જાહેરમાં સેવન સંદર્ભે પોલીસ-પ્રાંત મામલતદારોનની સંયુકત ટીમો દરોડા પાડવાની કામગીરી કરશે અને કલેકટરને રીપોર્ટ કરશે.

જયારે શિક્ષણ આઇસીડીએસ પંચાયત-સમાજ સુરક્ષા-કોર્પોરેશન-એનજીઓ-અન્ય સંસ્થાઓ દારૂ-સિગારેટ-તમાકુ અંગે લોકોમાં જાગરૂકતા ફેલાવશે. જેમાં શેરી નાટક, કેમ્પો, શકય હોય તો રેલી, હોર્ડીંગ બોર્ડ, લોકોને  વ્યકિતગત સમજાવટ, નશાથી થતુ વાયોલન્સ  વિગેરે સમજાવટના કાર્યક્રમો આપશે. આ માટે દરેકને ર૧ જાન્યુ.-ર૦ર૧સુધી પ્રોગ્રામો આપી દેવાયા છે.

संबंधित पोस्ट

નેત્રંગ વાણિજ્ય અને વિનિયન કોલેજ ખાતે અંગ્રેજી વિભાગ દ્વારા “India’s Presidency Of G-20: Prospects and Promises” વિષય ઉપર રાષ્ટ્રીય સેમીનાર યોજાયો

Vande Gujarat News

BSF ने खोज निकाला नगरोटा में ढेर आतंकियों का एंट्री प्वाइंट! सीमा पर मिली सुरंग

Vande Gujarat News

કેનેડાના ટોરોંટો શહેરમાં આજથી ફરી લોકડાઉન

Vande Gujarat News

લમ્પી સૌરાષ્ટ્ર-કચ્છમાં L.S.D.થી 144 પશુનાં મોત, 536 ગામડાંઓ અસરગ્રસ્ત જાણો કયો વાયરસ ફેલાયો

Vande Gujarat News

શ્રીઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરના NSS વિભાગ દ્વારા આયોજિત “વાર્ષિક શિબિર-૨૦૨૨-૨૩”નું ધારાસભ્ય શ્રીઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મહંત શ્રીગંગાદાસ બાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Admin

किसानों की चिट्ठी पर कल सरकार दे सकती है जवाब, 29 को बातचीत की तैयारी

Vande Gujarat News