



– ફ્રાન્સમાં ડિસેમ્બરના અંત સુધી લોકડાઉન જાહેર થતાં સાડા છ કરોડ લોકો ઘરમાં બંધ રહેશે
અમેરિકામાં એક જ દિવસમાં એક લાખ કેસ નોંધાતા હાહાકાર
યુરોપ, અમેરિકામાં કોરોનાના દર્દીઓ વધવાના કારણે હોસ્પિટલો ઉભરાઈ ગઈ : નવા દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી
બ્રિટનમાં ફરીથી એક મહિનાનું લૉકડાઉન જાહેર કરવા વડાપ્રધાનની વિચારણા
ફ્રાન્સમાં સરકારે અચાનક લોકડાઉન જાહેર કરી દેતાં પેરિસના રસ્તાઓમાં ટ્રાફિક જામની સિૃથતિ સર્જાઈ હતી. બરાબર વીક એન્ડમાં જ સરકારે ચાર સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરતાં લોકો ઘરે આવવા નીકળી પડયા હતા. તેના કારણે 700 કિ.મી. લાંબાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
ફ્રાન્સમાં એક જ દિવસમાં 50 હજાર કોરોનાના કેસ નોંધાયા હતા. કુલ 13.31 લાખ કેસ થયા હતા. ફ્રાન્સમાં એક તરફ આતંકી હુમલાના કારણે ભયનો માહોલ હતો, એમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધતી જતી હતી.
ફ્રાન્સના પ્રમુખના નિવેદનના કારણે વિશ્વભરના મુસ્લિમોએ ફ્રાન્સના વિરોધમાં દેખાવો કર્યા હતા. એ બધી જ સિૃથતિ વચ્ચે ફ્રાન્સની સરકારે અચાનક લોકડાઉનની જાહેરાત કરી હતી. તેના કારણે હવે ડિસેમ્બરના અંત સુધી 6.7 કરોડ લોકો ઘરમાં બંધ રહેશે.
બીજી તરફ યુકેના વડા પ્રધાન બોરીસ જ્હોન્સને કોરોનાના વધતાં જતાં કેસોને કારણે એક મહિના લાંબું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવા માટે કેબિનેટમાં વિચારણા કરી છે. આ મામલેઆવતા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેમ મનાય છે.
યુરોપ અને નોર્થ અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યા મોટાપાયે વધવાને પગલે હોસ્પિટલોએ ચેતવણી જારી કરવા માંડી છે. યુરોપમાં એક ડઝનથી વધારે દેશોમાં હોસ્પિટલાઈઝેશનની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવવાને પગલે ઓસ્ટ્રિયાથી માંડી પોર્ટુગલ સુધી હોસ્પિટલોમાં આઇસીયુ બેડ ભરાઈ ગયા છે.
અમેરિકામાં એક જ દિવસમાં એક લાખ કેસો નોંધાવાને પગલે હોસ્પિટલાઇઝેશનનો દર ગયા મહિનાની સરખામણીમાં 12 ટકા વધી ગયો છે. અમરિકામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયાનો નવો રેકોર્ડ બન્યો હતો. સરકારી ડેટા અનુસાર સાઉથ ડાકોટામાં દર છ દર્દીઓમાંથી એક કરતાં વધારે કોરોનાના દર્દીઓ હાલ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે.
દુનિયાભરમાં કોરોનાના કુલ 45.3 મિલિયન કેસો અને 1.2 મિલિયન મોત નોંધાયા છે તેમ વિશ્વ આરોગ્ય સંસૃથાએ જણાવ્યું હતું. મોટાભાગના નવા કેસો યુએસ, ભારત, બ્રાઝિલ, રશિયા અને ફ્રાન્સમાં નોંધાયા છે. 19 ઓક્ટોબરે પુરા થયેલા સપ્તાહમાં દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યામાં 18 ટકાનો વધારો થયો હતો. જે માર્ચ બાદ નોંધાયેલો સૌથી વધારે સાપ્તાહિક વધારો છે.
યુરોપ અને નોર્થ અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યા મોટાપાયે વધવાને પગલે હોસ્પિટલોએ ચેતવણી જારી કરવા માંડી છે. યુરોપમાં એક ડઝનથી વધારે દેશોમાં હોસ્પિટલાઈઝેશનની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવવાને પગલે ઓસ્ટ્રિયાથી માંડી પોર્ટુગલ સુધી હોસ્પિટલોમાં આઇસીયુ બેડ ભરાઈ ગયાછે.
અમેરિકામાં ઘરોમાં કોરોના વધારે ઝડપથી પ્રસરે છે
અમેરિકામાં 101 ઘરોનો સર્વે કરી કરવામાં આવેલા અભ્યાસમાં જણાયું છે કે ઘરોમાં કોરોના વાઇરસનો ચેપ અગાઉ ધાર્યા કરતાં વધારે ઝડપથી પ્રસરે છે. હાલ ચાલી રહેલા આ સંશોધનના પ્રાથમિક તારણો જર્નલ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી રિપોર્ટ વીકલીમાં પ્રકાશિત થયા છે. યુએસના વાન્ડેરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં હેલૃથ પોલિસીના એસોસિએટ પ્રોફેસર કાર્લોસ જે. ગ્રિજાલ્વાએ જણાવ્યું હતું કે જ્યારે ઘરમાં એક જણને કોરોના વાઇરસનો ચેપ લાગે તે પછી ઝડપથી ઘરમાં બીજા સભ્યોને તેનો ચેપ લાગે છે. પ્રથમ ચેપ બાળક કે પુખ્ત વયની વ્યક્તિ ગમે તેને લાગ્યો હોય પણ તે પછી ઘરમાં ઝડપથી પ્રસરે છે. સંશોધનમાં જણાવ્યા અનુસાર પ્રથમ ચેપ લાગ્યાના પાંચ દિવસમાં બીજો ચેપ 75 ટકા ઘરોમાં લાગે છે.