Vande Gujarat News
Breaking News
AhmedabadBJPBreaking NewsCongressDefenseGovtGujaratKevadiyaNarmada (Rajpipla)NationalPoliticalStatue of Unity

દેશ ક્યારેય પુલવામા હુમલાને ભૂલી નહીં શકે, ઘણાએ તેના પર રાજનીતિ કરી : વડા પ્રધાન મોદી

કેવડિયા,

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભ ભાઈ પટેલની 145મી જન્મ જયંતી પર સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પીએમ મોદીએ સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપનાર કડક સંદેશ આપ્યો.

પીએમ મોદીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, પુલવામા હુમલામાં જે સૈનિકો શહીદ થયા તે અર્ધસૈનિક દળના જ હતા. દેશ ક્યારેય આ ભૂલી નહીં શકે ત્યારે કેટલાક લોકોએ આ હુમલામાં પણ પોતાનો રાજનીતિક સ્વાર્થ છોડ્યો ન હતો. દેશ ભૂલી નથી શકતો કે, એ લોકોની ખરાબ રાજનીતિ ચરમ સીમા પર હતી. ત્યારે હું વિવાદોથી દૂર રહીને તમામ આરોપોનો સામનો કરતો રહ્યો, મારી અંદર વીર શહીદો માટે દુ:ખ હતું. પાડોશી દેશે જે રીતે હકીકત સ્વીકારી છે, તેના પરથી જાણી શકાય આ લોકો કઇ હદ સુધી જઇ શકે છે. આગ્રહ કરું છું, દેશહિતમાં આપણા સુરક્ષા દળોના મનોબળ માટે પોતાના સ્વાર્થ માટે આવી રાજનીતિ ન કરે.

કોરોના વોરિયર્સ અને પોલીસના સાથીઓએ કોરોના મહામારીના દિવસોમાં અન્યોના જીવન બચાવવામાં પોતાના જીવ કુરબાન કર્યા.  કોરોના વોરિયર્સે સન્માનિય કામગીરી કરી. ભારત મહામારીમાંથી બહાર આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, એક વર્ષ પહેલા 370ની કલમ હટાવાઇ, સરદાર સાહેબનું સપનું પુરૂ થયુ હતુ.

એકતા પરેડ બાદ પીએમ મોદીએ સરદાર પટેલને સંબોધતા જણાવ્યું કે, દેશની સેંકડો રિયાસતોને એક કરીને દેશની વિવિધતાને આઝાદ ભારતની શક્તિ બનાવીને હિન્દુસ્તાનને વર્તમાન બનાવ્યો. સરદાર પટેલે અનેક રજવાડાઓને એક કર્યા. જે બાદ તેમણે જણાવ્યું કે, કેવડિયા દુનિયાના નકશા પર એક પ્રયર્ટન સ્થળ તરીકે વિકાસ પામશે. જેનાથી સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે. તેમણે ગઇકાલની વાત કરતા જણાવ્યું કે, કાલે જ્યારે હું કેવડિયામાં પ્રકલ્પો નિહાળી રહ્યો હતો ત્યારે અહીંની દીકરીઓ ગાઇડ બનીને મને બધુ સમજાવતી હતી. ત્યારે મારું માથુ ઉંચુ થઇ ગયુ.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં , ભારતમાતાની જયનાં જયઘોષ કરાવ્યો, એક હાથ ઉપર કરાવીને સરદાર સાહેબને યાદ કરાવીને ભારત માતાની જય બોલાવી હતી. તેમણે  ત્રણવાર ભારતમાતાની જય બોલાવી. પોલીસ દીકરા દીકરીઓનાં નામ – ભારતમાતાની જય, કોરોના વોરિયર્સના નામે -ભારતમાતાની જય, આત્મનિર્ધર્તાના સંકલ્પને સિધ્ધ કરનાર કોટી કોટી લોકોના નામે ભારતમાતાની જય બોલાવી હતી.

संबंधित पोस्ट

अफगानिस्तान में शांति बहाल करने पर बोला भारत- आतंकियों के सुरक्षित ठिकानों को खत्म करना होगा

Vande Gujarat News

3 કૃષિ બિલની હોળી કરતા કોંગી આગેવાનોની અટક, સરકાર સામે સૂત્રોચ્ચાર કરી બિલ પાછા ખેંચવા માંગ

Vande Gujarat News

ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા જીવણદાદાનું નિધન, CM રૂપાણીએ શિશ ઝૂકાવી નમન કર્યું

Vande Gujarat News

वाराणसी : डिप्टी सीएम केशव प्रसाद मौर्य आज वाराणसी में, बजट पर बोली ये बात

Admin

गुजरात को आतंकवाद का खेल खेलने वालों से बचाने और सतर्क रहने की जरूरत: पीएम मोदी

Vande Gujarat News

નિયમિત બાંધકામો માટે આજે વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે

Admin