



જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ બિલનાં વિરોધમાં વિરોધ પ્રદર્શિત કરી ધરણાં- ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદાર પટેલની 145 મી જન્મજયંતિ અને દેશનાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી શહિદદિન નિમિત્તે તેની પ્રતિમાને ફૂલ-હાર વિધિ પણ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન અધિકાર દિવસ તરીકે ઉજવી કોંગ્રેસ કાર્યાલય ખાતે કિસાનને તેમના અધિકાર મળી રહે તે માટે ભાજપ સરકાર વિરોધમાં નારાબાજી કરી હતી. તમામ કોંગ્રેસી કાર્યકરોએ જય જવાન-જય કિસાનનાં નારા લગાવ્યા હતા. ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં ગુજરાત કિસાન અધિકાર દિન નિમિત્તે ખેડૂતોને હકકોનું રક્ષણ થાય તે માટે સવારે 10 થી 4 વાગ્યા સુધી ઉપવાસ આંદોલન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિકિ શોખી, લોકસરકારના ઝુબેરભાઇ પટેલ, રાધે પટેલ સહિત મોટી સંખ્યા મા હોદ્દેદારો અને કાર્યકરોએ હાજરી આપી હતી.લોક.