



અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગેલેક્ષી ડાયસ્ટફ લિમિટેડ કંપની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 4 કામદાર દાઝી જતા ગંભીર હાલત માં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાય હતી તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે જાણ કરવામાં આવતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ આરંભી હતી.ડાઇઝ બનવાતી ગેલક્ષી ડાયસ્ટફ લિમિટેડ કંપની માં ગત રોજ ડાય સ્ટફ મશીન શોર્ટ શર્કીટ થતા આગ લગતા ત્યાં 12 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા જે પૈકી 4 જેટલા કામદારો દાઝી જતા તેને ગંભીર હાલત માં અંકલેશ્વર શહેર માં આવેલ ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ સંદર્ભે કંપની મલિક અશ્વિન હીરપરાએ જીઆઇડીસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ આરંભી હતી. કંપની પારસ ગોવિદ મોખરીયા, મહેશ ફતેસિંહ વસાવા, અશ્વિન રમેશ પારધી અને અલ્કેશ ગામીતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક કામદાર થી હાલત ગંભીર હાલત થતા વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલ માં ખસેડવમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના અંગે પ્રત્યક્ષ દર્શી એવું અલ્કેશ ગામીતએ જણાવ્યું હતું કે તે તેમજ 12 જેટલા કામદારો પ્લાન્ટ માં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ડાય મશીનમાં અચાનક શોર્ટ સર્કિટ થી આગ લાગી હતી. જ્યાં તે તેમજ અન્ય 3 કર્મચારી કામ કરતા જેવો દાઝી ગયા હતા. વધુ માં તેણે ઉમેર્યું હતું કે, તેનો કંપની આજે પહેલો દિવસ હતો અને તે જ દિવસે ઘટના બની હતી. કંપની મેનેજમેન્ટ એ અમને ત્વરિત અસર થી હોસ્પિટલ ખસેડ્યા હતા.