



- ડો. સંકિત મહેતા પોતે ઓક્સિજન પર હોવા છતાં બીજા દર્દીને વેન્ટિલેટર પર લેવા માટે મદદ કરી તેનો જીવ બચાવ્યો હતો
- ડો. સંકિત મહેતા 96 દિવસે સાજા થઈને ઘરે પાછા ફર્યા
- કેતન ઉમરીગરને 97 દિવસ પછી સિવિલમાંથી રજા અપાઈ
શક્તિ ન હોવાથી લેટો રોબોર્ટ દ્વારા કસરત કરાવાઈ
ડો.સંકિત મહેતાનો એક્સરે જોઈને એમ જ લાગતું હતું કે, તેમના ફેફસાં બદલવા જ પડશે. એડવાન્સ ઈકમો મશીન પર 15 દિવસ આ સારવાર કરવાથી તેમના જુસ્સાને કારણે ફેફસા રિસપોન્ડ કરી રહ્યા હતાં એટલે અમે ઈકમો મશીન હટાવી લીધું. પછી સૌથી અઘરો પ્રશ્ન એ હતો કે, તેમની આંગળીઓ સિવાય તેમના શરીરમાં બિલકુલ હલનચલન થતું ન હતું. એટલે લેટો રોબોર્ટિક દ્વારા તેમની ફિઝિયોથેરાપી શરૂ કરી હતી. આ રોબોર્ટ તેમની હાથની અને પગની કસરત કરે છે હાથ પગ હલનચલન કરાવડાવે છે.

100થી વધુ રિપોર્ટ કરાવાયા, 32 દિવસ ICUમાં રહ્યો હતો
સારવાર દરમિયાન 100થી વધારે રિપોર્ટ કરાયા હતાં. 32 દિવસ આઈસીયુમાં રહ્યો હતો. હું સાજો થયો એ કોઈ ચમત્કારથી ઓછું નથી. સારવાર દરમિયાન ફેફસામાં બેક્ટેરિયાનું ઈન્ફેક્શન થતાં કોવિડની સાથે સાથે ઈન્ફેક્શનની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે ઓક્સિજન લેવલ મેઈન્ટેઈન રહેતું ન હતું, એટલે સતત મોનિટીરિંગ હેઠળ 10 લીટર ઓક્સિજન પર શિફ્ટ કરાયો. 50 દિવસથી પણ વધુ સમય ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો.