



સંદીપ દીક્ષિત – જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આવેલ ખપ્પર જોગણી માતાનું મંદિર વર્ષો જૂનું હતું. અને ગ્રામજનો આસ્થાનું કેન્દ્ર છે. સમય જતા મંદિરનો જીણોદ્ધાર ગ્રામજનોના સહકારથી કરવામાં આવ્યો હતો, અને મંદિરમાં ખપ્પર જોગણી માતાજીની નવી મૂર્તિ સ્થાપના શરદ પૂર્ણિમા ના દિને કરવામાં આવી હતી.
હાલ શરદ પૂર્ણિમા હોય અને મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. સવારથી જ માય ભક્તો ભક્તિના રંગમાં રંગાયા હતા. હાલ કોરોના કારણે ભંડારો બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ માતાજીની પૂજા વિધિ તથા યજ્ઞ વિધિ વિદ્વાન બ્રાહ્મણ નિલેશભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવી હતી. યજ્ઞ વિધિના સમયે ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા દર્શન પૂજનનો લાભ હતો.