



સંદીપ દીક્ષિત – જંબુસર કાછીયા પટેલ સમાજ દ્વારા વખતોવખત ધાર્મિક શૈક્ષણિક સામાજીક કાર્યો કરવામાં આવતાં હોય છે. સારા નરસા પ્રસંગોમાં પણ કાછિયા પટેલ સમાજના યુવાનો એકબીજાના ખભે ખભા મિલાવી ઊભા રહે છે. હાલ કોરોના રૂપી વૈશ્વિક મહામારી ચાલી રહી છે. દરેક વ્યક્તિમાં કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે.
ત્યારે સ્માઇલ હેલ્પ ગ્રુપના અગ્રણી સંદીપભાઈને ઉમદા વિચાર આવ્યો કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે, અને વરસો પહેલાં ઋષિમુનિઓ દ્વારા સૃષ્ટિ પર યજ્ઞ દ્વારા વાતાવરણ શુદ્ધ થાય તથા યજ્ઞ થકી અનેક બિમારીઓ આકસ્મીક આવી પડેલ વિપદા સહિત તમામ નકારાત્મક ઉર્જા નાશ કરી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. તો સમાજ માટે સમાજના ઘર ઘર સુધી યજ્ઞ ફેરી કરવામાં આવે તો આવી પડેલી આકસ્મિક કોરોના રૂપી રોગ ભગાડી શકાય.
તેવો વિચાર પ્રગટ થતાં સમાજના યુવાનોને એકત્ર કરી તેમનો વિચાર રજુ કરેલ, અને સમાજના યુવાનોએ એકત્ર થઈ કોરોના રૂપી મહામારીને નાથવાનું બીડું ઝડપી પાડ્યું. સવારે દાજી બાવાના ટેકરે થી નારીયા ખડકી, સુથાર ટેકરો, જાત્રા ખડકી, માટી વાળી ખડકી અને કાછિયા પટેલ પંચ પોળમાં ઘર ઘર સુધી યજ્ઞ ફેરી કરવામાં આવી હતી. યજ્ઞ ફેરીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.